આપણે આજે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેમાંની એક સમસ્યા છે પ્રદૂષણ. પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા છે જેનાથી બધા જ દેશો પીડાઈ રહ્યા છે. લોકોને ખબર છે કે પ્રદુષણ વધી રહ્યો છે પરંતુ લોકોને એ નથી ખબર કે પ્રદૂષણ શું છે ? અને પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે ?
પ્રદુષણ એક હવામાનમાં ફેલાતું એક રજકણ છે કે જે વાતાવરણમાં બધી જગ્યાએ પ્રસરી જાય છે અને વાતાવરણમાં અસ્થિરતા અને અવ્યવસ્થા ઉત્પન્ન કરે છે. પ્રદૂષણ ઘણા સ્વરૂપમાં જોવા મળે છે જેમ કે રાસાયણિક સ્વરૂપમાં, પદાર્થ કે ઘોંઘાટના સ્વરૂપમાં, ધુમાડાના સ્વરૂપમાં, વગેરે સ્વરૂપમાં હોઈ શકે છે. અલગ અલગ પ્રકારના પ્રદૂષણ હોય છે જે અલગ-અલગ રીતે પ્રદૂષણ ફેલાવે છે
પ્રદુષણ ના પ્રકાર:
૧. પાણીનું પ્રદૂષણ
૨. જમીનનું પ્રદૂષણ
૩. વાયુનું પ્રદૂષણ
૪. ધ્વનિનું પ્રદુષણ
૫. થર્મલ પ્રદૂષણ
> વાયુ પ્રદુષણ : એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વપરાતા વાહનોમાંથી નીકળતા ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણ થાય છે. કારખાનામાંથી નીકળતા ધુમાડામાંથી પણ વાયુ પ્રદૂષણ ફેલાય છે.
પાણીનું પ્રદૂષણ : નદી ,નાળા, તળાવમાં અથવા તો કારખાનામાં ગંદુ પાણી છોડવાથી પાણીનું પ્રદૂષણ થાય છે આ પાણીમાં ભળે છે જેથી દૂષિત પાણી ભૂગર્ભ જળમાં ગંદકી ફેલાવે છે.
ધ્વનિ પ્રદૂષણ : સામાન્ય રીતે ધ્વનિનું પ્રદુષણ રસ્તાને ટ્રાફિકને કારણે થાય છે. ઘરમાં લાઉડ મ્યુઝિક વગાડવાથી પણ ધ્વનિ પ્રદૂષણ થઈ શકે છે.હોસ્પિટલ અને સ્કૂલને ધ્વનિથી ઘોંઘાટ ઉતપન્ન થઈ શકે છે.
*જમીનનું પ્રદૂષણ : લોકો જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો નાખી દે છે અને પ્લાસ્ટિકથી જમીનની ફળદ્રુપતા ઘટે છે જેથી જમીનનું પ્રદૂષણ થઈ શકે છે. કારખાનામાં અથવા તો સાડીના કારખાનાનું ગંદુ પાણી લોકો જમીનની અંદર જવા દે છે જેથી કરીને જમીનનું પ્રદૂષણ થઈ શકે છે.
2007ની યાદીમાં ટોપ 10 દેશોમાં એઝરબૈઝાંન,ચીન,ભારત, પેરુ,રશિયા,યુક્રેન અને ઝાંબિયાનો સમાવેશ થાય છે.
પ્રદૂષણના કારણે માનવીના આરોગ્ય પર અસર થઈ શકે છે. લોકોને ધ્વનિ પ્રદૂષણના કારણે લાંબા સમયે સાંભળવાની બીમારી થઇ શકે છે. વાયુ પ્રદુષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઉંમરના ઉત્તરાર્ધમાં થઈ શકે છે. લોકો ગટરનું અથવા તો કારખાનાનું ગંદુ પાણી નદી નાળામાં છોડી દે છે આ પાણી ગરીબ લોકો શુદ્ધ કર્યા વગર પિતા હોય છે તેનાથી તેઓને લાંબા સમયે અત્યંત ગંભીર રોગ થઈ શકે છે. જમીન પ્રદુષણના કારણે જમીન ફળદ્રુપ રેહતી નથી અને વનસ્પતિઓ માટે બિનફળદ્રુપ અને પ્રતિકૂળ બની જાય છે.
પ્રકાશસંક્ષલેષણ ની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડને પ્રદુષણ તરીકે જોવાય છે કારણકે વાતાવરણમાં તેનું વધતું જતું પ્રમાણ ઓઝોન સ્તરને નુકસાન કરે છે.
બધા જ પ્રકારના પ્રદૂષણો નુકસાન પહોંચાડે છે પરંતુ તેમાં વાયુનું પ્રદુષણ બધાથી વધુ નુકસાન પહોંચાડે છે. ભારતમાં બહાદુરગ ,રોહતક,ફતેહાબાદ ,કાનપુર,ગ્વાલિયર, ગાઝિયાબાદ,દિલ્હી, મુરાદાબાદ,આગ્રા, ફરીદાબાદ આ બધા જ શહેરો પ્રદુષણની દ્રષ્ટિએ ટોપ 10 નંબરમાં આવે છે.
ભારતમાં બધાથી વધુ પ્રદુષણ દિલ્હીમાં છે. દિલ્હી સરકાર દ્વારા ઘણાં બધા નિયમો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ દિલ્હી એનસીઆરની હવામાં કોઈ પણ સુધાર જોવા મળતો નથી. કેન્દ્રીય નિરક્ષણ બોર્ડના સર્વે અનુસાર દિલ્હીના કેટલાક ક્ષેત્રમાં હવાની ગુણવતાની દ્રષ્ટિએ બધાથી નિમ્ન ક્ષેણીમાં આવે છે.
પ્રદુષણ ઘટાડવાના ઉપાયો :
> કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ.
>ગટરનું ગંદુ પાણી અથવા કારખાનાનું ગંદુ પાણી નદી- નાળામાં ન નાખવું જોઈએ અને યોગ્ય નિકાલ કરવો જોઇએ.
>જરૂર પડે ત્યાં જ વાહનના હોર્ન વગાડવા જોઈએ. શાંત સંગીત સાંભળવું જોઈએ.
>કારખાનામાંથી નીકળતા ધુમાડાનો પણ યોગ્ય નિકાલ કરવો જોઇએ.
>થર્મલ ઉદ્યોગના કારણે પાણીમાં પ્રદુષણ વધી શકે છે આથી ઉદ્યોગ ઓછા સ્થાપવા.
>હવાના પ્રદૂષણથી દમ નો રોગ થઈ શકે છે જેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે એટલે વધુમાં વધુ હવાનું પ્રદુષણ ઘટાડવું જોઈએ.