કંપનીના હેડક્વાર્ટર સાથે 4 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

કેરેલાની મનપુરમ ફાઇનાન્સ કંપની ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કંપની ઉપર 150 કરોડ નો ગોટાળો કર્યાનો આક્ષેપ પણ કરાયો છે ત્યારે કેરેલા સ્થિત હેડ ક્વાર્ટર અને તેની સાથે અન્ય ચાર સ્થળો ઉપર ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એજન્સીએ તમામ દસ્તાવેજો હસ્તગત કર્યા છે. મનપુરમ ફાઇનાન્સ કંપની ફોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે અને તેના ઉપર મનીલોનડરિંગ કર્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ કંપની વિરુદ્ધના દરેક દસ્તાવેજો હસ્તગત સેન્ટ્રલ એજન્સી દ્વારા કરાયા છે અને આક્ષેપ પણ લગાવાયો છે કે જે લોકોએ ડિપોઝિટ કર્યા હતા તે ખોટી રીતે મેળવવામાં આવ્યા છે અને કંપનીએ આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન પણ કર્યું છે. માત્ર ઓફિસ જ નહીં પરંતુ કંપનીના પ્રમોટર્સ ના નિવાસ્થાને પણ સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ રેડમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સહિત અનેક મુદ્દાઓ સામે આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

એરફોર્સમેન્ટ ડિરેક્ટરેટને એ વાત ઉપર શંકા છે કે, કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં બે નામે વ્યવહારો કરવામાં આવેલા છે અને તેના દસ્તાવેજો ને હાલ તેવો શોધી રહ્યા છે બાકી મળેલા દસ્તાવેજોને ઈડી દ્વારા સીઝ કરી દેવામાં આવ્યા છે. મનપુરમ ફાઇનાન્સ કંપની ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાવતા અન્ય એનબીએફસી કંપનીઓમાં ભયનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.