સૌરાષ્ટ્રની તમામ આઇ.ટી.આઇ. ખાતે ફોર્મ ભરવા હેલ્પ સેન્ટર ખોલવામાં આવશે: મ્યુ. કમિ. બંછાનીધી પાની
મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસની ૮૨૫ જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં ખાલી પડેલી એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીએ કહેલું છે કે, રાજકોટ મહાનગરપાલિકા ખાતે એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ તથા સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી જગ્યાઓ ભરવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ માટે ઉમેદવારોએ www.rmc.gov.in પર જઇને તા. ૧-૬ થી ૧૦-૬ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આઇટીઆઇ વાયરમેન, મિકેનીક મોટર વ્હીકલ, પ્રોગ્રામિંગ એન્ડ સીસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસીસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીગ આસિસ્ટન્ટ, ફિટર, લાઇનમેન, ઇલેકટ્રીશ્યન, કારપેન્ટર, પ્લમ્બર, રેફીજરેશન એન્ડ એરક્ધડીશનીંગ મીકેનીંક, મીકેનીક ડીઝલ લાયતકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે.
સરકાર દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે તેમજ અગાઉ તેમજ અગાઉ એપ્રેન્ટીસશી પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં.
ઉમેદવારોએ ફકત ઓનલાઇન અરજી કરવાની રહેશે.મેરીટ મુજબ પસંદગી પામેલ ઉમેદવારોએ લીસ્ટ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.in પર મુકવામાં આવશે તથા જે તે સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેલવારોએ જરુરી પ્રમાણપત્રો ડોકયુમેન્ટસ સાથે હાજર થવાનું રહેશે.