યુનિફાઇડ ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેશન ઓન સ્કૂલના રિપોર્ટમાં મહિલા શિક્ષકોની સંખ્યા 37 ટકા વધી : નાના ધોરણોમાં મોટા ભાગે લેડી ટીચર જ હોય છે  યુડાયસ ડેટા આધારે દર વર્ષે શિક્ષણ વિભાગ આંકડા જાહેર કરે છે

આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાનો સંર્વાગી વિકાસ કરી રહી છે. પરિવારમાં પોતાના સંતાનો સંભાળતાની સાથે આર્થિક સહયોગ મળે તે માટે જોબ કરીને પણ કુટુંબને આજે સ્ત્રી મદદ કરી રહી છે. ખાસ કરીને શિક્ષણ લાઇનમાં સૌથી વધુ શિક્ષિકા તરીકે મહિલાઓ અગ્રેસર હોય છે. એક માતા સૌ શિક્ષકની ગરજ સારે છે. આવી કહેવતનો અર્થ થાય છે કે બાળકને સૌથી વધુ સમજી શકનાર સ્ત્રી જ હોય છે. બાળ મનોવિજ્ઞાન પણ બાલ મંદિર કે નાના પ્રાથમિક ધોરણમાં લેડી ટીચરની ભલામણ કરે છે. જો કે આપણા દેશમાં ક્યારેય પુરૂષ કરતાં લેડી ટીચરની સંખ્યા વધી નથી. આ કોરોના કાળ વર્ષમાં જાહેર કરેલ આંકડામાં પ્રથમવાર પુરૂષ શિક્ષક કરતાં તેની સંખ્યા વધી હોવાની જાહેરાત કરાઇ છે.

students school teachers education 2 યુનિફાઇડ ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેશન ઓન સ્કૂલના વાર્ષિક રિપોર્ટમાં પ્રથમવાર મહિલા શિક્ષિકાની સંખ્યા છેલ્લા ચાર-પાંચ વર્ષ કરતા એલીજીબલ ટેસ્ટ પાસ કરીને ઉંચા ગુણાંક હોય તો તરત જ શિક્ષકમાં જોબ મળી જાય છે. શરૂઆતમાં પાંચ વર્ષ 20 હજાર જેટલો પગાર બાદ કાયમી થયા બાદ સારો પગાર મળતો હોવાથી મહિલાઓ આ અભ્યાસક્રમ પાસ કરીને ઝડપથી જોબ ઉપર લાગવા માંડે છે. સરકારી શાળામાં મોટે ભાગે પુરૂષ કરતાં સ્ત્રી શિક્ષિકાની સંખ્યા વધારે જ જોવા મળે છે. શહેર કે ગામડામાં ચાલતા બાલમંદિરો કે પ્લે હાઉસ આંગણવાડીમાં લેડી ટીચર્સની સંખ્યા વધુ જોવા મળે છે.

એક સ્ત્રી બાળકને સારી રીતે સમજી શકતી હોવાથી તે તેના અભ્યાસમાં પણ ચિવટથી કાર્ય કરે છે. પોતાના સંતાનની ખેવના કરવાનો વિશાળ અનુભવ શાળા લેવલે કામ આવે છે. પુરૂષ ટીચર કરતાં સ્ત્રી ટીચરને છાત્રો પોતાની વ્યથા સહેલાયથી રજૂ કરી શકે છે. સંસ્કારો, બાળગીતો, વાર્તા સાથે પરિવારની સમજ, સ્વચ્છતા જેવા ઘણા વિષયો એક સ્ત્રી ટીચર તેના વર્ગનાં બાળકોને સારી રીતે સમજાવી શકે છે. પહેલા તો શાળાંત પાસને પણ ટીચરની નોકરી મળી જતી હતી, ત્યારે પગાર સાવ ઓછો હોવાથી શિક્ષક બનવા કોઇ તૈયાર થતું જ નહીં પણ આજના યુગમાં બીએ., બી.એ.ડ. સાથે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી શિક્ષકોની બોલબાલા છે. ટ્યુશન ક્લાસીઝમાં પણ આવા ક્વોલીફાઇડ શિક્ષકોની માંગ સતત રહેતી જ હોય છે.

સર્વ શિક્ષા અભિયાન એસ.એસ.એ આવતા હવે શિક્ષણક્ષેત્રે ઘણા પરિવર્તનો થયા છે. વિષય નિષ્ણાંતો સાથે રીસોર્સ પર્સન હાયર સેક્ધડરી જેવા વિવિધ માળખા ઘણા ક્વોલીફાઇડ લેડી ટીચરો તેની આવડત થકી છાત્રોને શ્રેષ્ઠ શિક્ષણ સાથે ભાવિ નાગરિકોનું ઘડતર કરી રહ્યાં છે. બી.એસ.બી.એડ.ની માંગ તો એટલી બધી છે કે પાસ કર્યે તરત જ જોબ મળી જાય છે.

students school teachers education 5

તાજેતરમાં બહાર પડેલા શિક્ષણ ખાતાનાં રિપોર્ટમાં દેશમાં પ્રથમવાર પુરૂષ ટીચર્સ કરતાં મહિલા શિક્ષિકાઓની સંખ્યા વધી ગઇ છે. હાલ દેશમાં 96.8 લાખ શિક્ષકોમાંથી 49.02 લાખ મહિલા શિક્ષિકા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આ આંકડા દર વર્ષે જાહેર કરાય છે. હવે તો દરેક શાળાના પણ ગુણોત્સવ ગ્રેડ બહાર પડાય છે. જેમાં શાળાની દરેક બાબતનું થર્ડ પાર્ટી ઇન્સપેક્શન કરીને ગુણાંક આપે છે. વર્ષ 2012-13માં 42.4 લાખ પુરૂષ શિક્ષકોની સામે લેડી ટીચરની સંખ્યા 35.8 લાખ હતી. આ ગાળામાં સ્કૂલોમાં પછીના સાત વર્ષમાં 37 ટકા મહિલા શિક્ષિકાની સંખ્યા વધી હતી. જો કે આ ગાળામાં પુરૂષ શિક્ષકની સંખ્યા 42.4 લાખથી વધીને 47.7 લાખ થઇ હોવાનું જણાયું હતું.

રિપોર્ટની વધુ વિગતોમાં મહિલા શિક્ષકો માત્ર પ્રાયમરી લેવલે એટલે ધો.1 થી 8ના લેવલમાં ટોપ ઉપર છે. હાયર પ્રાયમરી ધો. 6 થી 8માં પુરૂષ શિક્ષકો વધુ હોવાનું જણાવાયું છે. પ્રી પ્રાયમરી કે બાલ મંદિરોમાં 27 હજાર પુરૂષો સામે એક લાખ જેટલી મહિલા છાત્રોને શિક્ષણ આપી રહી છે.

પ્રાયમરી ગ્રેડમાં રેશીયો વધારે સરખામણીવાળો છે કારણ કે 19.6 લાખ મહિલા શિક્ષિકાની સામે 15.7 લાખ પુરૂષ શિક્ષકો જોવા મળે છે. હાય સેક્ધડરી ધો.11-12માં 11.5 લાખ પુરૂષ શિક્ષક સામે 10.6 લાખ મહિલા શિક્ષક છે. જો કે ઉચ્ચ શિક્ષણ બાદ પુરૂષ શિક્ષકોની તુલના આ તફાવત વધતો જાય છે.

students school teachers education 4

સેક્ધડરી સ્કૂલોમાં 6.3 લાખ પુરૂષ સામે 502 લાખ મહિલા શિક્ષક અને હાયર સેક્ધડરીમાં 3.7 લાખ પુરૂષની સામે 2.8 લાખ મહિલા શિક્ષક જોવા મળે છે. એક ચોંકવનારા આંકડાઓમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પુરૂષ શિક્ષકો વધારે છે તો નોન ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં મહિલા શિક્ષિકાઓ વધારે છે. દેશના મોટા રાજ્યોમાં કેરળ, દિલ્હી, મેઘાલય, પંજાબ, તામિલનાડુ જેવામાં ઉચ્ચ શિક્ષણમાં મહિલા કરતાં પુરૂષ ટીચર વધારે જોવા મળે છે. આ બધા રાજ્યોમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં પુરૂષોની તુલનામાં મહિલા શિક્ષકોની સંખ્યા વધારે જોવા મળે છે.

બાળકના લાલન-પાલન-ઉછેરમાં એક માં પોતાનું સર્વસ્વજીવન રેડી દે છે તેવી જ રીતે એક લેડી ટીચર પોતાના વર્ગખંડના તમામ બાળકોને પ્રેમ, હૂંફ, લાગણીના સુંદર સંગમથી શિક્ષણની શ્રેષ્ઠ યાત્રા સાથે ભાવી નાગરિકના ઘડતર સક્રિય કામ કરે છે.

“એક માતા બરાબર સો શિક્ષકો”

નોન ગ્રાન્ટેડ અને ખાનગી શાળામાં મહિલા શિક્ષકો વધુ !!

સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પુરૂષ શિક્ષકોની સંખ્યા લેડી ટીચર કરતાં વધુ છે જ્યારે નોન ગ્રાન્ટેડ અને ખાનગી શાળામાં મહિલા શિક્ષકો વધુ જોવા મળે છે. દેશની સેક્ધડરી અને હાયર સેક્ધડરી સ્કૂલોમાં પણ મહિલા ટીચરની સામે પુરૂષ શિક્ષકોનો રેશીયો ઊંચો જોવા મળે છે.

છેલ્લાં સાત વર્ષમાં 37 ટકાથી વધારે સંખ્યા પણ 42.4 લાખથી વધીને 47.7 લાખ થઇ ગઇ છે. હાલ દેશમાં એકાદ કરોડ જેટલા શિક્ષકોમાં મહિલા શિક્ષકોની સંખ્યા અડધા ઉપરની જોવા મળે છે. નાના ધોરણમાં મહિલા  શિક્ષક જ રાખવા જોઇએ કારણ કે દરેક સ્ત્રી એક ર્માં છે તેથી તે બાળકોને બરોબર સમજી શકે છે. આમ જોઇએ તો પણ પુરૂષ કરતાં સ્ત્રી વધુ ચિવટથી કાર્ય કરતી જોવા મળે છે. શિક્ષણ જેવા વ્યવસાયમાં સૌથી વધુ સ્ત્રીઓ જોડાયેલી જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.