કોરોનાના કેસમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા 2 થી 3 દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. જ્યારે કોવિડ-19ને લીધે રાજકોટ કોર્પોરેશન દ્વારા સ્વીમીંગ પુલ સદંતર બંધ રાખવામાં આવ્યા હતા. જો કે હવે કોવિડ-19ની તાજેતરની માર્ગદર્શીકા અનુસાર રાજકોટ મહાનગરપાલિકાએ તરવૈયાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.
આગામી તા.23 જુલાઈ 2021ને શુક્રવારથી કોર્પોરેશન સંચાલીત તમામ સ્વીમીંગ પુલ ખુલ્લા મુકવામાં આવશે અને જેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉથી જ સ્વીમીંગ પુલ ચાલુ હતું જેમાં કોર્પોરેશનના પણ તરવૈયાઓ તરવા માટે આવતા હતા. જો કે, હવે કોવિડ 19ની ગાઈડ લાઈન મુજબ શુક્રવારથી કોર્પોરેશનની સ્વીમીંગ પુલ તરવૈયાઓ માટે ખુલ્લા મુકાશે. તરવૈયાઓ હવે કોર્પોરેશન સંચાલીત સ્વીમીંગ પુલમાં પણ પ્રેક્ટિસ કરી શકશે.
કોવિડ 19ની તાજેતરની માર્ગદર્શિકા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ સ્નાનાગારો તા.23થી લોક ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે. હાલ નોન ચિલ્ડ્રન કેટેગરીમાં ફકત જાણકાર સભ્યો તથા ડાઇવીંગ કેટેગરીના શિખાઉ સભ્યો માટેની બેચો જ શરૂ થશે. આ અંગેનું રજીસ્ટ્રેશન તા.21 ને બુધવારથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી, તા.22 જુલાઈથી નજીકની વોર્ડ ઓફિસ તથા સિવિક સેન્ટરો ખાતેથી કરી શકાશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.