એકના એક પુત્રના મોતથી નિવૃત ફોજી પરિવારમાં અરેરાટી
અબતક, રાજકોટ
શહેરના જામનગર રોડ ઉપર પરશુરામ સોસાયટીમાં રહેતા અને મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઝમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા યુવાને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. એકના એક પુત્રના મોતથી નિવૃત ફોજી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ જામનગર રોડ પર પરશુરામ સોસાયટીમાં રહેતા અને મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઝમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા ભરતભાઇ અર્જુનભાઇ પીપળીયા નામના યુવાને પંખામાં કપડુ બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા યુનિવર્સિટી પોલીસ મથકના સાજીદભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતક ભરતના પત્નીનું બે વર્ષ પૂર્ણ બીમારી સબબ અવસાન થયું હતું. અને પિતા નેવીમાંથી નિવૃત થયા બાદ સિકયુરીટીમાં નોકરી કરે છે. નિવૃત ફોજીના એકના એક પુત્ર ભરના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ છે.પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.