હોટેલ-રેસ્ટોરન્ટમાં પણ ફાયરનું એનઓસી મેળવવા નોટીસ

જામ્યુકોની ૬ ટીમે સતત સાતમાં દિવસે સર્વેની કામગીરી અંતર્ગત ફાયર સેફટી વગરની ૨૭ શાળાને વપરાશ બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. ૩૨ હોટલ-રેસ્ટોરન્ટને ફાયરનું એનઓસી મેળવવા માટે નોટીસ આપવામાં આવી છે.

સુરતના અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા રાજયભરમાં ટયુશન કલાસીસ સહિતની ઈમારતોના ચેકિંગના આદેશના પગલે જામનગરમાં પણ મહાનગરપાલિકા દ્વારા ટયુશન કલાસીસ પર ધોંસ બોલાવવામાં આવી હતી. મનપાની ૬ ટુકડી દ્વારા ચાલી રહેલી સર્વેની કામગીરી અંતર્ગત ટયુશન કલાસીસ બાદ શહેરની ખાનગી શાળાઓમાં તપાસની કામગીરી હા ધરવામાં આવી છે.

ગઈકાલે મનપાની ટુકડીઓ દ્વારા વધુ ૨૭ ખાનગી શાળામાં ફાયર સેફટી મુદ્દે તપાસ કરવામાં આવી હતી. પરંતુ ફાયર સેફટીની પુરતી સુવિધા ન હોય વપરાશ બંધ કરવા નોટીસ ફટકારવામાં આવી હતી. જયારે ૩૨ હોટલ, રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું અને તમામ હોટલ રેસ્ટોરન્ટને ૧૫ દિવસમાં ફાયરનું એનઓસી મેળવવા નોટીસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.