શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્યદિને
ગોવર્ધન ગૌશાળા એ ગાયોનું પૂજન તથા ગાયોને લાડવા લીલુ, ખોળ અને ગોળ, ગોવાળો અને વિકલાંગ બાળકોને પ્રસાદ જેવા વગેરે ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ
જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ના 545 માં પાવિ ઉત્સવ ના ઉપલક્ષ માં વૈષ્ણવાચાર્ય પૂજા પા ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની મંગલ પ્રેરણા થી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયઓ શ્રીનાથધામ હવેલી રાજકોટના તત્વાવધાન આવનાર તારીખ 26 એપ્રિલ ને મંગળવાર ના રોજ વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી ખાતે સવારે
મંગળા દર્શન 7 થી 7.30 , શ્રિંગાર પાલના દર્શન 10.30 થી 10.45 , રાજભોગ દર્શન બપોરે 11.30 થી 12 ( રાજભોગ દર્શનમાં તિલક દર્શન થશે ) , સંધ્યા દર્શન ભીતર , શયન દર્શન સાજે 7 થી 7.30 ( શયન દર્શન માં ફૂલ બંગલા ના ભવ્ય મનોરથ દર્શન ) થશે.
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયઓ શ્રીનાથધામ હવેલી રાજકોટ કમિટી ના ભાઇઓ અને બહેનો દ્વારા સવારે 8 કલાકે શ્રી ગોવર્ધન ગો શાળા એ ગાયો નું પૂજન તથા ગાયોને લાડવા , લીલુ , ગોળ અને ખોળ , ગોવાળો ને અને વિકલાંગ બાળકોને ઠાકોરજી ને ધરાવેલ પ્રસાદ અને નાસ્તો આપવામાં આવશે.
રાજભોગ દર્શન બાદ વીવાયઓ શ્રીનાથપામ હવેલી દ્વારા નિયુક્ત 11 જરૂરિયાત મંદ પરિવારો ને અન્ને કીટ આપવામાં આવશે.
વલ્લભ મહાપ્રભુજીની શોભાયાત્રા નો શુભારંભ પલ્લવીબેન પ્રદીપભાઈ દેલવાડિયા મનોરથી પરિવાર ના નિવાસ સ્થાન શાંતિવન પરમ , અંબિકા ટાઉન શીપ , જીવરાજ પાર્કથી સાંજે 5.30 કલાકે શુભારંભ કરવામાં આવશે . ત્યાર બાદ શોભાયાત્રા કસ્તુરી ચોક , અંબે મંદિર , મોદી સ્કૂલ થી વીવાયઓ રોડ થઇ ને નાથધામ હવેલી 7 વાગે પધારશે ત્યાર બાદ શયન દર્શન માં ફૂલ બંગલા ના ભવ્ય મનોરથ દર્શન નો સર્વ ભાવિક જનોને લાભ પ્રાપ્ત થશે . – અલોકિક શોભા યાત્રાનું સ્વાગત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો , સામાજિક સંસ્થાઓ તેમજ સોસાયટી અને એપાર્ટમેન્ટ એસો.ના ભાઈઓ અને બહેનો કરશે.
ઉપરોકત કાર્ય ક્રમ ને સફળ બનાવવા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયઓ રાજકોટ ના ઓલ કમિટી મેમ્બર્સ ભાઈઓ અને બહેનો તેમજ વીવાયઓ – નાથયામ હવેલી ઉત્સવ સમિતિ ના ભાઇઓ અને બહેનો તન , મન , ધનથી સેવા આપી રહ્યાછે તેમ વીવાયઓ રાજકોટ ના પ્રભારી અને નાથધામ હવેલી મહામંત્રી રાકેશભાઇ દેસાઇની યાદી માં જણાવવામાં આવે છે.
વિશેષ માહિતી માટે વીવાયઓ શ્રીનાથધામ હવેલી કાર્યાલય 7600070559,7226997663 સંપર્ક કરવો.
અબતકની શુભેચ્છા મુલાકાતમાં રાકેશભાઈ દેસાઈ, જયોતિબેન ટીલવા, પાર્થભાઈ કનેરીયા, વિજયભાઈ સેંજલીયા, હસમુખભાઈ રાણપરા, ચેરીતભાઈ કોટડીયા, રવિભાઈ મકાતી, દિનેશભાઈ લાડાણી, હિરેનભાઈ પારેખ, વલ્લવીબેન દેલવાડીયા, બિંદુબેન રયાણી, ભૂમીબેન મહેતા, પ્રવિણભાઈ રાણપરા હાજર રહ્યા હતા.