દેશના છ રાજ્યોના જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના સંમેલનમાં રાષ્ટ્રીય નેતાઓએ આપ્યું માર્ગદર્શન
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભાજપની પંચાયતી રાજ પરિષદના બે દિવસીય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મિશન 2024અને દેશના વિકાસ અંગે પરામર્થ થયો હતો સવારે 10:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું અને ક્ષેત્રીય પ્રાદેશિક પંચાયતી પરિષદમાં 6 રાજ્યોના જિલ્લા પંચાયતના પ્રમુખો- ઉપપ્રમુખો ને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતિમાં છ રાજ્યોના પંચાયત પ્રમુખ ઉપ-પ્રમુખો અને વડાપ્રધાને જણાવ્યું હતું કે ભાજપની મૂળભૂત શક્તિ જો કોઈ હોય તો તે તેનો કાર્ય કર. છે મમારો અનુભવ રહ્યો છે કે મારો એક સંગઠન નો વ્યક્તિ હતો તેનાથી મને રાજ્યની ગ્રાસ રૂટ લેવલની માહિતી મળતી હતી અને જ્યારે હું આ વાતો ઓફિસરો સામે મૂકતો ત્યારે અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ જતા હતા અને તેનાથી તે હંમેશા સતર્ક રહેતા હતા.
તમે પણ તમારા જિલ્લાની દરેક જાણકારી લગાતાર આપતા રહેશો તો કાર્યમાં ગતિશીલતા આવશે .
રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા ભાજપ સંગઠન કાર્યકર્તા માત્ર રાજકારણ માટે નહીં વિકાસ માટે અને કાર્ય માટે નિમિત બને છે તેમ જણાવ્યું હતું. દાદરા નગર હવેલી દમણ ના પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલે 6 રાજ્યમાંથી આવેલા જિલ્લા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ નું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવપ્રકાશ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારના વિકાસ કામો નું વર્ણન કર્યું હતું અને પંચાયતી રાજની યોજનાઓનું પ્રદર્શન નિહાળ્યું હતું
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નર્મદા શિવ પ્રકાશજી કૈલાશ વિજય વર્ગીય દાદરા નગર હવેલી ના પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડન દમણ દેવના સાંસદ લાલુભાઈ પટેલ દાદરા ના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ ભાજપના મંત્રી જીગ્નેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા