• દાસને ગૃહ વિભાગનો પણ વધારાનો ચાર્જ સોંપાયો: જયંતિ રથને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા, ટી. નટરાજનની નાણા વિભાગના અગ્ર સચિવ તરીકે નિયુકિત જયારે પંકજ જોશીને પોર્ટ ટ્રાન્સપોર્ટનો વધારાનો ચાર્જ અપાયો: 18 આઇએએસની બદલી કરતી રાજય સરકાર
  • રાજય સરકાર દ્વારા ગઇકાલે મોડી સાંજે 18 આઇએએસની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવને મનોજદાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓને સીએમઓના એસીએસ બનાવવામાં આવ્યા છે. સાથો સાથ ગૃહ વિભાગનો વધારાનો આજે પણ સોંપવામાં આવ્યો છે. જયારે પંકજ જોષીને પોર્ટ ટ્રાન્સપોર્ટનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

18 સિનિયર આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 8 આઈપીએસને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેમાં સુનૈના તોમર, અંજુ શર્મા, પંકજ જોશી, મનોજ કુમાર દાસ સહિતના અધિકારીઓના નામ સામલે છે. જયંતી રવિની ગુજરાતમાં રેવન્યુ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વાપસી થઈ છે. જયંતિ રવિને ફરી ગુજરાતમાં લાવવામાં આવ્યા છે.

વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ રોજગારમાં મુકવામાં આવ્યા છે. એસીએસ સુનૈના તોમરને ઉચ્ચ અને ટેક્નિકલ વિભાગમાં મુકાયા છે. એસીએસ. પંકજ જોશીને બંદર અને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો હવાલો સોંપાયો છે. એમ.કે.દાસને સી.એમ.ઓના એસીએસ બનાવાયા છે.,

એમ.કે.દાસ પાસે ગૃહ વિભાગનો વધારાનો હવાલો અપાયો છે. જયંતિ રવિ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત આવ્યા છે. જયંતિ રવિને મહેસૂલ વિભાગમાં એીએસ બનાવાયા છે. જયારે એસીએસ અંજુ શર્માની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારમાં બદલી કરાય છે. એસીએસ.એસ.જે.હૈદરની ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાં બદલી કરાય છે. એસીએસ. જે.પી.ગુપ્તાની આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી કરાય છે. ટી.નટરાજન પણ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત આપ્યા છે. ટી.નટરાજનને નાણા વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્રસચિવ બનાવાયા છે.

મુકેશ કુમારને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. રાજીવ ટોપનોને ચીફ કમિશ્નર સેલ્સ ટેક્સ બનાવાયા છે. ડો.એસ.મુરલી ક્રિષ્ણને રાજ્ય ચૂંટણી આયોગના ઓએસડી બનાવાયા છે., અનુપમ આનંદ રાજ્યના નવા વાહન વ્યવહાર કમિશ્નર બન્યા છે. રાજેશ માંજુને રેવન્યૂ ઈન્સ્પેક્શન કમિશ્નર બનાવાયા છે. રાકેશ શંકરને મહિલા અને બાળ વિકાસના કમિશ્નર બનાવાયા છે. કે.કે.નિરાલાને નાણા વિભાગના સચિવ બનાવાયા છે. જયારે .એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવાયા છે.

  • રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર સહીત 7 આઈપીએસને પોસ્ટિંગ અપાયું
  • રાજ્યપાલના એડીસી રહેલા વિકાસ સુંડાને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવાયા

રાજ્યમાં બદલીનો દોર શરૂ થયો હોય તેમ 18 આઈએએસની બદલીના આદેશ બાદ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા 7 આઈપીએસને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે જયારે એક આઈપીએસને વેઇટિંગ ફોર પોસ્ટિંગ માટે મૂકી દેવામાં આવ્યા છે. અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની બદલી કરી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવાયા હતા અને બ્રજેશ ઝાને રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે નિમણુંક આપવામાં આવી હતી. જે બાદ હવે રાજુ ભાર્ગવને આર્મ્સ યુનિટના વડા તરીકે નિમણુંક આપવામાં આવી છે. ઉપરાંત બિશાખા જૈનને દાહોદ એસઆરપીએફ ગ્રુપના કમાન્ડન્ટ, રાઘવ જૈનને રાજકોટ મધ્યસ્થ જેલના વડા, ડો. જીતેન્દ્ર અગ્રવાલને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ1ના એસપી, ડો. નિધિ ઠાકુરને વડોદરા મધ્યસ્થ જેલના વડા, કોરુંકોંડા સિદ્ધાર્થને રાજ્યપાલના

ગવર્નર અને જે પટેલને રાજકોટ ડીસીઆઈ વિભાગના વડા તરીકે નિમણુંક આપવામાં આવી છે. જયારે રાજ્યપાલના ગવર્નર તરીકે ફરજ બજાવતા વિકાસ સુંડાને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.