રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજીત ઓપન હાઉસ-ટ્રાફિક જાગૃતિ અને માર્ગદર્શન સેમિનારમાં પ્રજાજનો-સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ટ્રાફિક અંગે રચનાત્મક પોઝીટીવ સુચનો કરાયા
આજે સાંજે અત્રે શ્રીહેમુ ગઢવી હોલમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજીત ઓપન હાઉસ- ટ્રાફિક જાગૃતિ અને માર્ગદર્શન સેમીનારમાં રાજકોટ શહેરના પ્રજાજનો અને વિવિધ સ્વૈછિક સંસ્થાઓ દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના હલ માટે વિવિધ રચનાત્મક અને પોઝીટીવ સુચનો કરવામાં આવ્યા હતા.આ સેમીનારમાં અધ્યક્ષ્સ્થાનેથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ રાજકોટ સ્માર્ટ સીટીના રહેવાસીઓને સામુહિક રીતે સહિયારા પ્રયાસો હાથ ધરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ટ્રાફિકની સમસ્યાના નિવારણમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.આજે સ્માર્ટનેશ અને સ્વછતા કરતા ટ્રાફિકની સમસ્યા અઘરી થતી જાય છે.
ત્યારે આપણે બધા ભેગા મળીને સામુહિક રીતે ટ્રાફિકના નિયમોના પાલનના કામમાં આગળ વધીએ. ફેટલ અને રસ્તા અકસ્માતો ઘટાડવાનો તથા આ અકસ્માતો થતા માનવ મૃત્યુ ઘટાટવાનો અમારો અભિગમ છે. પોલીસ કમિશ્નર અગ્રવાલે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમના ભંગમાં દંડ કરવાથી ટ્રાફિકની સમસ્યા હલ નહી થાય. ગત વર્ષ નવ મહિનામાં રૂ. ૧ કરોડ અને ચાલું વર્ષે ચાર મહિનામાં રૂ. ર કરોડના ટ્રાફિક નિયમ ભંગ અંગેનો દંડ કરવામાં આવેલ છે.
રાજકોટ શહેરમાં સુચારૂ રીતે ટ્રાફીકની સમસ્યા આયોજન બધ્ધ રીતે હલ કરી શકાય. તે માટે તેમના અધ્યક્ષસ્થાને દર મહિનાના ચોથા બુધવારે રાજકોટ સીટી રોડ સેફટી કમીટીની બેઠક બોલાવવામાં આવે છે. તેમણે ઉમેર્યુ કે રાજકોટ શહેરમાં માત્ર ૪ ટકા લોકો હેલ્મેટ વાપરે છે.
રાજકોટ શહેરના ઝોન-૨ ના ડી.સી.પી મનોહરસિંહજી જાડેજાએ, પ્રેઝેન્ટેશન રજુ કરીને જણાવ્યું હતું કે ટ્રાફિક સતત પ્રોસેસ છે. તેમાં લોકસહયોગથી પરિણામ લાવી શકાય છે. તેમણે જણાવ્યું કે રાજકોટ શહેરમાં મહત્તમ અકસ્માતો સાંજના ૭ થી ૧૦ દરમિયાન થાય છે. જયારે મંગળવાર,બુધવાર અને રવિવારે અકસ્માતોનું પ્રમાણ વધારે હોય છે. ૯૫ ટકા અકસ્માતો ટુ વ્હીલરના છે. આ અકસ્માતો ૨૧ થી ૩૦ વર્ષના વયના અને ૩૧ થી ૪૦ વર્ષ વયના લોકોના વધુ જોવા મળે છે. તેમણે ઉમેર્યુ કે આઇ.વે પ્રોજેકટ અંતર્ગત અકસ્માતોમાં બદલાવ આવેલ છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા મોબાઇલ એપ ચાલુ કરવામાં આવેલ છે.
આ ઓપન હાઉસ સેમીનારના કાર્યક્રમમાં ટ્રાફિકના સંદર્ભે વિવિધ સ્વૈછિક સંસ્થાઓ અને રાજકોટ શહેરના પ્રબુધ્ધ નાગરીકો દ્રવારા વિવિધ રચનાત્મક પોઝીટીવ સુચનો કરવામાં આવ્યા હતા. આ સુચનોમાં કેનેડા દેશમાં નથી તેવી પોલીસ એપ શરૂ કરવા માટે પોલીસને અભિનંદન ટ્રાફિકની કામગીરીમાં હોમગાર્ડઝને તથા સ્વૈછીક સેવા આપવા ઇચ્છતા નાગરીકોને જોડવા,પોલીસના ટ્રાફિકના પોઝીટીવ સંદેશો.
લોકો સુધી પહોચે તે માટે યુ.ટયુબ વિડીયો બનાવવા તથા રીક્ષા સ્ટેન્ડો મંજુર કરવા, છકડા રીક્ષા દ્વારા થતા પ્રદુષણ અટકાવવા, ડ્રાઇવીંગ લાઇસન્સ માટે વય ન ધરાવતા વિદ્યાર્થીઓ ટુ વ્હીલર વાહન ન ચલાવે, ટ્રાફિકની સમસ્યાના હલ માટે માસ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઉભી કરવા, શાળા- કોલેજો રાહત દરે ટ્રાન્સપોર્ટેશનની વિદ્યાર્થીઓને સુવિધા પુરી પાડે.
આ પ્રસંગે મેડીકલ એશો.ના ડો. અમીત હપાણી, એન્જીનીયરીંગ એશો.ના વાછાણી, સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળા, જયેશભાઇ, ડો.શાહ સહીત શહેરની વિવિધ સ્વૈછીક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા મીડીયાના પ્રતિનિધીઓ અને શહેરના પ્રતિષ્ઠિત પ્રબુધ્ધ નાગરીકો ઉપસ્થિત રહીને ટ્રાફિકના સંદર્ભે રચનાત્મક સુચનો કર્યા હતા.