રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મુલાકાત લીધી હતી તથા પ્રવૃતિને વખાણેલ હતી. પાંજરાપોળનાં ટ્રસ્ટીગણ દ્વારા તેમને પાંજરાપોળ બતાવવામાં આવતા ખુબ પ્રભાવિત થઈ પાંજરાપોળની જીવદયા પ્રવૃતિઓને બિરદાવેલ હતી. વધુમાં જણાવેલ કે પાંજરાપોળ સૌરાષ્ટ્રની નંબર એક ૧૨૧ વર્ષ જુની છે.
જેની અંદર અંદાજીત ૪૦૦૦ જે નિરાધાર-અપંગ-બીમાર-પશુઓ તેમજ પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન છે. કોર્પોરેશન તથા પોલીસ ખાતુ તેમજ સરકારી ખાતા દવા પશુઓને અહીં મુકવામાં આવે છે.
ફુલ ટાઈમ પશુ ડોકટરો, ઘેટા-બકરા-ગાય-ભેંસના બચ્ચાઓને દુધની બોટલથી દુધ પીવડાવી સંભાળ રખાય છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાંજરાપોળનાં સર્વે સુમનભાઈ કામદાર, શ્રેયસભાઈ વિરાણી, મુકેશભાઈ બાટવીયા, યોગેશભાઈ શાહ, દિલીપભાઈ વસા, કાર્તિકભાઈ દોશી, બકુલભાઈ ‚પાણી, સંજયભાઈ મહેતા વગેરે સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.