- મન કી બાત : ‘વિશ્વાસ અને આધ્યાત્મનો પ્રવાસ’
પ્રધાનમંત્રીના 100માં મન કી બાત કાર્યક્રમમાં ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ આ કાર્યક્રમમાં સ્વયંભૂ જોડાઇને ધારાસભ્યની હાજરીમાં ગ્રામ પંચાયત ખાતે યોજાયો હતો.
ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, જીલ્લા પંચાયતના સભ્ય જતીનભાઇ ભાલોડિયા ગ્રામ પંચાયતના સરપંચ ચંદુભાઇ જાદવ સહિત સ્વયંભૂ ગ્રામ પંચાયતના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 100માં મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ કાર્યક્રમ દેશના શિક્ષણ ક્ષેેત્ર પણ નોંધપાત્ર ઉપયોગી રહ્યો છે.
ખાસ કરીને દેશના હુનર ઉદ્યોગો માટે આ કાર્યક્રમ ભગવાન સમાન સાબિત થયો છે. તેમ ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયાએ જણાવેલ હતું.
વોર્ડ નં.7ના નગર સેવક અને પૂર્વપ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચરેમેન નિકુલભાઈ ચંદ્રવાડીયાની આગેવાનીમાં નોબલ વુડ સ્કુલના સભાખંડમાં વોર્ડ નં. સાતના સો કરતા વધઉ કાર્યકર્તાઓ જોડાયા હતા. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સોમો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમાં શહેર ભાજપ ના પ્રમુખ કિરીટભાઈ પાદરીયા સહિત હોદેદારો જોડાયા હતા. આ કાર્યક્રમને પરાગભાઈ શાહ, અશોકભાઈ લાડાણી, નગર સેવક દાનભાઈ ચંદ્રવાડીયા સમક્ષ ભારત દેશને એક નવી દિશા અને આર્થિક અને સામાજીક સમૃધ્ધતા તરફ લઈ જશે તેમ જણાવેલ હતુ.
મોરબી
મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પ્રસારીત થતા “મન કી બાત” કાર્યક્રમના 100માં એપિસોડનું સબ જેલ ખાતે પ્રસારણ કરવામાં આવેલ હતુ જેમા અત્રેની જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલ સ્ટાફ કર્મચારીઓ તેમજ સીટી પોલીશ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ તથા જેલમાં રહેલા તમામ કેદીઓ દ્રારા આ “મન કી બાત” કાર્યક્રમ નિહાળવામાં આવેલ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે ’મન કી બાત’ સંબોધવામાં આવે છે. 30 એપ્રિલના રોજ મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેનું મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું.મોરબી સીટી ડિવિઝન પોલીસ મથક ખાતે પણ મન કી બાતના 100માં એપિસોડનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી તાલુકા અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકનુ સાર્થક વિદ્યાલય ખાતે જયારે હળવદ , ટંકારા અને માળીયા મી. પોલીસ મથક એમ અલગ-અલગ સાત જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, જી.આર.ડી. તેમજ હોમગાર્ડના જવાનો અને પ્રતિષ્ઠીત નાગરિકો અને સમાજના આગેવાનો જોડાયા હતા. તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ અને આગેવાનોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો.
અમરેલી
અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ માં ગજેરા ઓડિટોરિયમ માં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ કર્મચારીઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમના 100 એપિસોડ નુ રસપાન કર્યું જ્યારે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર માં અમરેલી એસ.પી. હિમકરસિંહ તેમજ અમરેલી જીલ્લાના દરેક જવાન પોલીસ,હોમગાર્ડ,ગ્રામરક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ તેમજ પરીવારજન સુધી પહોચે તે માટે દરેક પોલીસ સ્ટેશન,અમરેલી જીલ્લા મથક ખાતે આવેલ જીલ્લા તાલીમ સેન્ટરમાં આ કાર્યક્રમ સામુહિક રીતે જોઇ, સાંભળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ અમરેલી એસ.ટી ડેપો માં પણ સ્ટાફ અને મુસાફરો માટે સ્ક્રીન મૂકી “મન કી બાત” કાર્યક્રમના 100માં એપિસોડ નુ શ્રાવણ કરી શકે તેવી વ્યવસ્થા એસ.ટી.નિગમ અમરેલી દ્વારા કરવામાં આવી હતી…
દામનગર
દામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા પ્રધાન મંત્રી મન કી બાત કાર્યક્રમ સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયો હતો
દામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ની મન કી બાત કાર્યક્રમ નો 100 માં એપિસોટ નિહાળવા માટે દામનગર ગાયત્રી મંદિર પાસે ના સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયો હતો જેમાં સ્થાનિક શહેર ભાજપ કાર્યકરો એ પ્રધાન મંત્રી ની મન કી બાત કાર્યક્રમ નું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યો હતો
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાત આઇપીએસ તથા સુરેન્દ્રનગર ડીવીઝનના ના.પો.અધિ. એચ.પી.દોશી તેમજ એલ.સી.બી. સુ.નગર તથા એસ.ઓ.જી. સુ.નગર તથા પેરોલ ફર્લો સ્કવોડ સુ.નગર તથા સુ.નગર સીટી એ ડીવીઝન, સુ.નગર સીટી બી ડીવીઝન તથા જોરાવરનગર તથા વઢવાણ તથા ટ્રાફિક પોલીસ સ્ટેશન સુ.નગર તથા પોલીસ હેડ ક્વાર્ટરના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ લોકરક્ષક તાલીમાર્થીઓ તેમજ હોમગાર્ડના જવાનો તેમજ સુરેન્દ્રનગરના પ્રજાજનો તેમજ પોલીસ પરિવારના સભ્યો મળી આશરે કુલ-700 ની બહોળી સંખ્યામાં હાજર રહી ખુબ જ સરસ મન કી બાત કાર્યક્રમના 100 મા એપીસોડનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવેલ છે.
લોધીકા
લોધીકા મેટોડા બુથ નંબર 254 ડેકોરા ભવન ખાતે મન કી બાત ના 100 મા એપિસોડ ના કાર્યક્રમ માં બુથ ઇન્ચાર્જ રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા ી મનહરભાઈ બાબરીયા ર મોહનભાઈ દાફડા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો પ્રકાશ વિરડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા તાલુકા ભાજપ અગ્રણી મયુરસિહ જાડેજા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિશાલભાઈ વિશાલભાઈ ફાગલીયા મહામંત્રી પ્રવિણભાઇ માલકિયા છગનભાઇ મોરડ ભુપેન્દ્રસિહ(મુન્નાભા) મોટાવડા દિલીપભાઈ મારકણા મોહિતભાઇ દાફડા મુકેશભાઇ વિરડા વિક્રમભાઈ વીરડા ઉદયભાઈ ચાવડા પ્રકાશભાઈ સોનારા વિક્રમભાઈ બોરીચા રોહિલભાઇ ડોઢીયા મનોજભાઈ પારખીયા કેશુભાઈ દેવગામ તેમજ મેટોડા સોસાયટી ના મહિલા ઓ ઉપસ્થિત રહેલ
સુત્રાપાડા
સુત્રાપાડા બક્ષીપંચ મોરચા દ્વારા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી નાં લોકપ્રિય *”મન કી બાત”* કાર્યક્રમનો 100 મો એપિસોડ વી વી મંદિર હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવીયો તેમાં હાજરી આપતા દિલીપભાઈ બારડ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી,જેશીંગભાઈ બારડ ગિરસોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા ના ઉપ્રમુખ જગદીશભાઈ કાછેલા સુત્રાપાડા શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ અને સુત્રાપાડા નગરપાલીલા ના પ્રમુખઓ ઉપ્રમુખઓ નગરપાલિકા ના ચેરમેન,નગરપાલિકા ના સભ્યઓ, અને વોડ.5 ના આગેવાનઓ,ભારતીય જનતા પાર્ટી ના સન્માનીય આગેવાનઓ હાજર રહ્યા હતા.
ઇડર
સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મેગા આયોજન કર્યું છે. પત્રકાર પરિષદમાં વિગત આપતા જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલે જણાવેલ કે દેશને જોડવાનું આ કાર્યક્રમ છે આને ભારત જોડો અભિયાન પણ કહેવાય, દેશમાં અલગ અલગ ભાષા છે છતાં રાજકારણ સાથે જોડ્યા વગર દેશને જોડવાનું માધ્યમ છે. હમણાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમ યોજાયો. “મન કી બાત” કાર્યક્રમ થકી દેશના કરોડો લોકો આ માધ્યમથી આપણા વિદેશમાં રહેતા લોકો માટે પણ ઉપયોગી સાબિત થયા છે. નવા શોધો – નવી હુન્નર હોય કે છેવાડાનો ગામડાનો વ્યક્તિ દેશ માટે પછી એ સ્વચ્છતા અભિયાન હોય કે પર્યાવરણ માટે કે અન્ય વિષયમાં કામ કરતો હોય તો તેને આ કાર્યક્રમ પ્લેટફોર્મ પૂરું પાડે છે, પછી તે વિદ્યાર્થીઓની પરીક્ષા માટે હોય, કોરોના કાળમાં અનેક લોકોએ કામ કર્યું હોય તેના પરિવારજનો માટે આ કાર્યક્રમ પ્રેરણા બન્યો છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દરેક ક્ષેત્રે ને આવરી લઈ નાનામાં નાની વ્યક્તિ હોય કે દેશની સુરક્ષા, વિકાસ, ઉત્પાદન માટે તથા જે લોકો તમામ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે તેમના માટે પ્રશંસા કરે છે તેમને પ્રોત્સાહન પણ મળે છે.
બાબરા
બાબરા શહેર ભાજપ દ્વારા મન કી બાત ના કાર્યક્રમની સોમા એપિસોડ ના અંતર્ગત બાબરા શહેરમાં 15 બુથ માં કરવામાં આવ્યો હતો શહેરના તમામ હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો મોરચાના પ્રમુખો અને તમામ નાના મોટા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.