મોદી સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘને અપાતા સરકારી સ્ટાફમાં ધરખમ ધટાડો કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા વહીવટી ખર્ચ ના ભાગે  મહેકમમાં કામની યોજનાને અમલમાં મૂકી છે. કોંગ્રેસ સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘના કાર્યાલય માટે ફાળાવયેલા કર્મચારીઓના મહેકમ માં ઘટાડો કરી ૧૪ માંથી પ કરવાનો નિર્ણય કર્યો  છે. સરકારે આ નિર્ણયના અમલને વ્યહવારમાં મુકયો છે.

વડાપ્રધાન કાર્યાલયમાંથી મળતી વિગતો મુજબ મનમોહનસિંઘને ગયા મહિને જ સરકારના આ નિર્ણયથી અવગત કરાવવા આવ્યા હતા.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ દ્વારા પોતાના કાર્યાલયની વહીવટી વ્યવસ્થા જળવાય રહે તે માટે સ્ટાફમાં ધટાડો ન કરવા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી પરંતુ સરકારે પૂર્વ વડાપ્રધાનના ઓફીસ સ્ટાફનો મહેકમ ઘટાડીને ૧૪ માંથી પ કરવાનું નકકી કર્યુ છે. લોકસભાની ચુંટણીના ર૩મી મે એ જાહેર થયેલા પરિણામોના થોડા દિવસો બાદ વડાપ્રધાન ના શપથ વિધી પૂર્વ નિયમ મુજબ પૂર્વ વડાપ્રધાનના કાર્યાલય માટે અધિકારી કક્ષાના સચિવ, નાયર સચિવના મહેકમને ઘટાડવાની પ્ર્રક્રિયા સામે પૂર્વ વડાપ્રધાને આ મહેકમ ન ઘટાડવા રજુઆત કરી હતી. પરંતુ સરકાર તેમાં સહમત ન થતાં હવે મનમોહનસિંઘના સ્ટાફમાં ૧૪ને બદલે પ નો સ્ટાફ ફાળવાયો છે. જેમાં બે પી.એ. બે પટ્ટાવાળા અને એક કલાર્કનો સમાવેશ થાય છે. મનમોહનસિંઘના કાર્યાલય માંથી વરિષ્ઠ સનંદી અધિકારીઓને સરકારે પાછા બોલાવી લેવામાં આવ્યા છે.

સરકારના નિકટવર્તી  સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ દરેક પૂર્વ વડાપ્રધાન પોતાના પાંચ વર્ષના શાસન બાદ પૂરો સ્ટાફ ફાળવવામાં આવે છે. મનમોહનસિંઘે ખુદ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇને ૧૪નો સ્ટાફ રાખવાની સહમતિ ૧૦ વર્ષ સુધી આપી હતી. અને વધુ બે વર્ષની મુદત વધારવામાં આવી હતી.

આજ રીતે પૂર્વ વડાપ્રધાન આઇ.કે. ગુજરાલ, એચ.ડી. દેવગોડા સહીતના અન્ય પૂર્વ વડાપ્રધાનોને પણ કાર્યાલયના સંચાલ માટે પૂર્ણ મહેકમ ફાળવવામાં આવ્યું હતું. જયારે હાલના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘના કાર્યાલયના સ્ટાફમાં કાપ મૂકી ને સરકારના વહીવટી વિભાગે મનમોહનસિંઘની સ્ટાફ યથાવત રાખવાની વિનંતીને માન્ય રાખવાનો ઇન્કાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.