વિશ્ર્વ પર્યાવરણ દિને વિવિધ ક્ષેત્રના પર્યાવરણવિદો એક જ સંદેશો ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેન્ટ ચેન્જથી બચવા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપો
ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં વૃક્ષોનું ખુબ જ મહત્વ રહેલું છે અને તેથી જ વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે પરંતુ હાલમાં વિશ્ર્વ આખું ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેન્ટ ચેન્જ માટે ચિંતિત છે. કલાઈમેન્ટ ચેન્જના કારણે ઋતુ ચક્રમાં ફેરફારો આવતા રહે છે.
જેથી અનેક મુશ્કેલી આફતોનો સામનો કરવો પડે છે. પશુ-પક્ષી, પ્રાણીઓ અને માનવીને શુઘ્ધ હવા મળે તે માટે પર્યાવરણની રક્ષા કરવી તેની જાળવણી કરવી આપના સૌની ફરજ છે. આજે ૫ જૂન વિશ્ર્વ પર્યાવરણ દિવસની વિશ્ર્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. જો વૃક્ષો વાવીશું તો આપણે જીવી શકીશું. પર્યાવરણ બચાવીશું તો જ આપણે બચીશું તે સુત્રો હાલમાં યર્થાથ થઈ રહ્યા છે.
ફકત પર્યાવરણ દિન નિમિતે જ નહીં આખુ વર્ષ વૃક્ષો વાવવા જોઈએ: વિજયભાઈ પાડલીયા
ગો ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના વિજયભાઈ પાડલીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, ૫ જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસ છે. દરેક માણસની ફરજમાં આવે છે કે આપણે એક વૃક્ષ વાવી, ઉછેરીને મોટુ કરવુ જોઈએ. ફકત વાવીને મુકી દેવો તે યોગ્ય નથી. અમે ૧૫ વર્ષથી ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ ચલાવીએ છીએ. ઝાડવા વાવીને ઉછેરીને મોટા કરીએ છીએ.
રાજકોટને ગ્રીન બનાવવું હોય તો આપણે દરેક નાગરીકે પોતાના ઘરમાં જેવી જગ્યા હોય ત્યાં અથવા તો આજુબાજુમાં સાર્વજનિક જગ્યા હોય અને ઉછેરીને મોટા કરવું તે આપણી ફરજ છે. દર વર્ષે અમે ૨૫ થી ૩૦ હજાર રોપાનું વિતરણ કરીએ છીએ જેનું મુખ્યમંત્રી વિજયભાઈપાણી હસ્તક ઓપનિંગ કરીએ છીએ. કોરોનાની મહામારીની બે મહિનામાં ઝાડને પાણી પાવા માટે જઈએ ત્યારે એવું લાગતું કે ઝાડ આપણી સાથે વાત કરે છે ત્યારે વાતાવરણ એટલું બધુ શુઘ્ધ થઈ ગયું હતું. પાણીનું પ્રમાણ ઓછું હોવા છતાં વૃક્ષો ગ્રીન હતા. ઓકિસજનની જરૂર દરેક વ્યકિત ને છે. જો ઝાડ નહીં હોય તો પ્રશ્ર્ન થશે જ. આવનારા દિવસોમાં ચોમાસુ આવે છે તે દરેક વ્યકિત વૃક્ષ વાવે તેમજ તેનો ઉછેર કરે. અમારા ટ્રસ્ટના આ કામથી મુખ્યમંત્રીએ અમારું સન્માન કર્યું હતું. તેમજ મને ગ્રીનમેનનું બિરુદ પણ મળ્યું છે. લોકડાઉનના સમયમાં વાતાવરણ પણ એકદમ ચોખ્ખુ હતું. જેનાથી વૃક્ષોને પણ સારી અસર થઈ છે. વૃક્ષો પણ એક જીવ જ છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઈડ પોતે લઈને આપણને ઓકિસજન આપે છે છતાં વૃક્ષો ઉછેરવાને બદલે ઘણા લોકો વૃક્ષોને કાપતા હોય છે. અત્યારનાં સમયમાં ગરમી ૪૪ થી ૪૫ ડિગ્રી હોય છે જો ગરમી ઘટાડવી હોય તો તેને એકમાત્ર જ રસ્તો છે કે આપણે વૃક્ષો જેમ બને તેમ વધારે ઉછેરવા જોઈએ. જે પ્રમાણમાં રાજકોટમાં વૃક્ષોની જરૂર છે તે પ્રમાણમાં વૃક્ષો રાજકોટમાં નથી તેને વધારવા માટે સૌ પ્રથમ તો રાજકોટવાસીઓએ જ બીડુ ઉપાડવું જોશે. સૌ સાથે મળીને કામ કરવું જોઈએ. જેમ બને તેમ વધારે ગ્રીનરી કરો. ૫ જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસ છે. તેને દિવસને આપણે ઉજવીએ પરંતુ આપણે વૃક્ષો વાવવાનું ફકત એક જ દિવસ પુરતુ ન રાખવું જોઈએ. બારે માસ વૃક્ષો વાવવા જોઈએ. ચોમાસામાં વાતાવરણ અનુકુળ હોય છે તે જેમ બને તેમ વધારે બારે માસ વૃક્ષો વાવવા જોઈએ. તેમજ તેમની કાળજી પણ કરવી જોઈએ.
દરેક પરિવાર ઘર પાસે વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરે: નિલેશ પરમાર
મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનાં નિલેશભાઈ પરમારે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ૫ જુનના રોજ વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે. વિશ્ર્વભરમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતી આવે તે માટે આ દિવસે અનેકવિધ સંસ્થાઓ સ્કુલમાં બાળકો સહિત ઘણા બધા લોકો વૃક્ષો વાવે તેનું જતન કરે પરંતુ આ વર્ષે
મહામારીના કારણે લોકો પોતાના ઘર પાસે એક નાનકડો છોડ વાવી તેનું જતન કરે. વૃક્ષો આપણને ઓકિસજન આપે છે. જો ધનિષ્ઠ વૃક્ષારોપણ હોય તો મારી દ્રષ્ટિએ દર વર્ષે અલગ-અલગ થીમ પર પર્યાવરણ જાગૃતિનાં સંદેશાઓ અપાય છે. આ વર્ષે રાજકોટમાં ગો ગ્રીન વધુમાં વધુ હરિયાળી થાય તે થીમ મુજબ વધુમાં વધુ બધા વૃક્ષો વાવીએ તે માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હું આજ એવો સંકલ્પ લઈશ કે વધુ વૃક્ષો વાવીશ. તેનું જતન કરીશ અને લોકોને એજ કહીશ કે તમે વૃક્ષો વાવો પરંતુ તેનું નિકંદન ન કરો. વૃક્ષો આપણા મિત્રો છે. તાપમાન ૫ ડિગ્રી ડાઉન રહે. પર્યાવરણ માટે વૃક્ષારોપણ ખુબ જ જરીછે. પાણી વગર જીવન અશકય છે. કોરોનાની મહામારીના કારણે આપણે પરેશાન ઈકોનોમીડાઉન થઈ છે પરંતુ બીજી તરફ પર્યાવરણની તરફ જોઈએ તો હાલ એવું બન્યું છે કે, પ્રદુષણ ઘણા અંશે ઘટયું છે. એવું પણ કહેવાનું હતું કે, હિમાલયનાં પહાડો પણ આ સમયમાં દેખાતા હતા. મારી દ્રષ્ટિએ લોકડાઉનના સમયમાં પૃથ્વીની સેલ્ફ કલીનીંગની પ્રક્રિયા શરૂ થઈ હતી. વાતાવરણને શુઘ્ધ કરવું હોય તો વૃક્ષો વાવવા જરૂરી છે. વિશ્ર્વ પર્યાવરણ દિવસના હું તમામ લોકોને સંદેશો આપવા માંગુ છું કે, માહત્મ વૃક્ષો વાવો પોતાના આંગણામાં વૃક્ષો વાવી તેનું જતન કરો. વૃક્ષો વધુ વાવીશું તો આપણે શુઘ્ધ હવા મેળવી શકીશું.
દરેક લોકો એક-એક વૃક્ષ વાવી તેનું જતન કરશેતો હરિયાળી લાવી શકીશું: ડો. કે.ડી. હાપલીયા
મનપાની ગાર્ડન શાખાના સુપ્રિટેન્ડન્ટ કે.ડી. હાપલીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, વિશ્ર્વ મહાસંઘ દ્વારા ઈ.સ.૧૯૭૨માં વિશ્ર્વભરમાં બગડતા જતા પર્યાવરણને કઈ રીતે બેલેન્સ કરી અત્યારની અને આવનાર પેઢીને કઈ રીતે નૈસર્ગિક વારસો આપી શકીશું તેની ગહન ચર્ચા બાદ ૫ જુનના દિવસને વિશ્ર્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરાયો હતો. તમામ પેઢીની ફરજ બને છે કે આવનારી પેઢીને આપણો એ જૈવિક વારસો પ્રદાન કરી શકીએ. સૃષ્ટિમાં જીવવાનો તમામનો હક છે તે હક આપણે બધાને આપીએ. સૃષ્ટિ પરના તમામ સ્તરોને જીવિત રાખીએ. પર્યાવરણ એટલે પરી કરતા વરણ એટલે આપણી આજુબાજુનું ફલક વનસ્પતિ, જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, હવા, પાણી, વાયુ આ તમામ પર્યાવરણનો એક ભાગ છે. એક કડીમાં જયારે વિક્ષેપિત થાય ત્યારે બીજી શૃંખલામાં તેની અસર થશે. સંસ્કૃતમાં શ્ર્લોક છે જીવો જીવસ્ય જીવન અને બીજુ ઉપરાંતરણ જીવો જીવસ્ય ભોજન આ શૃંખલાને આપણે તોડી છે. માસાહારીનો અટેક તૃણાહારી પર વઘ્યો. તૃણાહારી પર માનવોની પણ ભક્ષણ કરવાની વૃતિ વધી તેનું બેલેન્સીંગ પર્યાવરણ જાળવવાનું નથી લાવી શકયા. દિવસે દિવસે ઔધોગિક દોડમાં વૃક્ષોનું નિકંદન કાઢતા જઈએ. એક અથવા બીજી રીતે આપણા તમામની ફરજ બને છે કે પર્યાવરણને જાળવી તો આવનાર પેઢીને વારસો આપી શકીએ. વૃક્ષ આપણને ઓકિસજન આપતું અંગ છે. કોરોનાની મહામારીને કારણે લોકડાઉન થતા પ્રદુષણ ઘટવું. હું એક વાકય કહું તો લોકડાઉન ગ્રીનટાઉન આ સમયગાળામાં તમામ ક્ષેત્રમાં ફલાવરીંગ આવ્યું. ચોમાસા કરતા પણ વધુ ફલાવરીંગ આવ્યું. આ સમયગાળામાં તમે બાગ-બગીચામાં ન જોયા હોય તેવા પક્ષીઓ જોવા મળે. જંગલના સિંહો રોડ પર આવતા જોયા.
પોતાના જીવનકાળમાં એક વ્યકિત ૧૦ વૃક્ષોનો ઓકિસજન વાપરે છે: વી.ડી. બાલા
જાણીતા પર્યાવરણવિદ વી.ડી.બાલાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, વિશ્ર્વ પર્યાવરણ દિનની ઉજવણી ૫મી જુને આખી દુનિયા કરે છે. તે દિવસે વધુને વધુ પર્યાવરણ વિશે ચર્ચા-વિચારણા કરીએ. અત્યારની સ્થિતિ કોરોનાની મહામારી પછી પર્યાવરણમાં ઘણો ફાયદો થશે. લોકો જાગૃત થઈ ગયા છે. પર્યાવરણ શબ્દ ખુબ જ નાનો છે પરંતુ તેનો અર્થ ખુબ જ મોટો છે. કુદરતના બધા સ્ત્રોતોને જાળવીએ
પર્યાવરણમાં ઝાડ, પાણી, ઘરતી નાનામાં નાનો જીવ બધુ પર્યાવરણમાં આવે. આપણી ઘરે કોઈ પ્રસંગ આવે તો એ પ્રસંગ આપણે પર્યાવરણને સૌથી ઓછુ નુકસાન થાય તે રીતે ઉજવીએ. આપણે એવી પરંપરા ઉભી કરવી જોઈએ કે પોતાની જવાબદારી સમજીને વ્યકિતના કે સમાજની કોઈપણ કાર્યક્રમમાં પર્યાવરણને મદદપથવું. આપણા જુના પુરાણીક તહેવારો જોઈએ તો આપણા પૂર્વજોએ નાગની પુજા કરી પાણીની, પર્વતની, નદીની, આકાશની પુજા કરી છે. આ બધા તત્વો આપણી માટે ખુબ સારી રીતે કામ આવે છે. અત્યારે આપણે તહેવારો એવી રીતે ઉજવીએ છીએ કે ઉજવણીથી પર્યાવરણને ખુબ તકલીફ થાય છે. ભારતની સંસ્કૃતિનો પાયાનો નિયમ એવો છે કે હું પછી પહેલા મારી આજુબાજુના પાયાના જીવો છે. તેમનું કલ્યાણ થાય તેવી સંસ્કૃતિ છે. ભારતમાં પર્યાવરણ તથા કુદરતના જીવોને સાચવવા માટે ઘણા લોકો મથે છે. પર્યાવરણ પાસેથી એ પણ શીખવાનું છે કે, આપણે જયાં રહીએ તેની આજુબાજુ પાસે સાથે મળીને રહીએ. પર્યાવરણ દરેક ઘરેથી શથાયછે. ઘરના લોકો વિચારે કે જે કાઈ કાર્યક્રમ થાય અથવા તો ઘરમાં જે લોકો જીવે છે તે પર્યાવરણને ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે જીવે. પાણી આપણા રોજની જરૂરીવાત છે. પાણી એ કુદરત બનાવે છે તો એને કરકસરથી વાપરીએ તો સારું. પાણીને વારંવાર ઉપયોગ કરતા શીખીએ. તેમજ વરસાદનું પાણી ધરતીમાં ઉતારતા શીખીએ તો સારુ કાર્ય છે. પર્યાવરણમાં વૃક્ષો સૌથી અગત્યના છે. વૃક્ષોનું કામ ખુબ મહત્વનું છે. શહેરમાં વૃક્ષો ઘરની બહાર હોય અને પાંદડા ખરે કે મકોડા આવે તે ઝાડ કાપી નાખવામાં આવે છે. પાછુ વાહન તો છાપે જ પાર્ક કરવાનું હોય છે. ઘરની આજુબાજુમાં મધ્યમ મોટા થાય તેવા વૃક્ષો વાવવા જોઈએ. એક જ વ્યકિત જનમે અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં ૧૦ વૃક્ષોનો ઓકિસજન વાપરે છે માટે ઓછામાં ઓછા ૧૦ વૃક્ષો તો વાવવા જ જોઈએ.