વોટર વર્કસ શાખાના ચેરમેનપદે બાબુભાઈ આહિર, રોશની કમિટીના ચેરમેનપદે મુકેશ રાદડિયા, માર્કેટ સમિતિના ચેરમેનપદે પરેશ પીપળીયા, હાઉસીંગ કમિટીના ચેરમેનપદે જયાબેન ડાંગર, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેનપદે શિલ્પાબેન જાવીયાની વરણી
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક ઉપરાંત અલગ-અલગ ખાસ ૧૫ સમિતિઓના ચેરમેનની પણ નિમણુક કરવામાં આવી હતી. જેમાં બાંધકામ સમિતિના ચેરમેનપદે મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિના ચેરમેનપદે જયમીનભાઈ ઠાકર અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનપદે આશિષભાઈ વાગડિયાની નિમણુક કરવામાં આવી છે.
આ ઉપરાંત કાયદો અને નિયમોની સમિતિના ચેરમેનપદે શિલ્પાબેન જાવીયા, પ્લાનિંગ સમિતિના ચેરમેનપદે અનિતાબેન ગોસ્વામી, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ સમિતિના ચેરમેનપદે રૂપાબેન શીલુ, સેનીટેશન સમિતિના ચેરમેનપદે અશ્ર્વિન ભોરણીયા, લાઈટીંગ સમિતિના ચેરમેનપદે મુકેશ રાદડિયા, માર્કેટ સમિતિના ચેરમેનપદે પરેશ પીપળીયા, ડ્રેનેજ સમિતિના ચેરમેનપદે જયોત્સનાબેન ટીલાળા, માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણના ચેરમેનપદે અંજનાબેન મોરજરીયા, વોટર વર્કસ સમિતિના ચેરમેનપદે બાબુભાઈ આહિર, હાઉસીંગ ઈમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિના ચેરમેનપદે જયાબેન ડાંગર અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેનપદે વિજયાબેન વાછાણી જયારે એસ્ટેટ સમિતિના ચેરમેનપદે પ્રિતીબેન પનારાની નિમણુક કરવામાં આવી છે.