મણીપુરના તોફાનમાં અસરગ્રસ્ત થયેલા આશ્રિતોની મદદે આવ્યા સંત મુક્તાનંદજી બાપુ
મણીપુરમાં ઘણા સમયથી આમજનોની હત્યાઓ થઈ રહેલ છે . ત્યાંના લોકોનું જીવવું હેરાન થઈ ગયેલું છે તેવા કપરા સમયમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ શ્રી મુક્તાનંદજી બાપુના હૃદયમાં કરુણા અને ભાવના હોવાથી તેના દ્વારા મણિપુરની પરિસ્થિતિની સમીક્ષા કરવા ટીમ મોકલવામાં આવી છે .
ત્યાંની પરિસ્થિતિ ગયેલ ટીમ બાપુને વર્ણવેલ અને અહેવાલ આપેલ ત્યાંના રિલીઝ કેમ્પમાં હજારો લોકો આવી રહ્યા છે . ત્યાં પોલીસની નજર હેઠળ લોકો રહે છે. સરકાર દ્વારા આવા આશ્રિત લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ સેકડો લોકોને મૃત્યુને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે હજારો સળગાવી નાખવામાં આવ્યા છે.
આવી વિકટ પરિસ્થિતિમાં આવા ક્રાંતિકારી સંતને વિચાર આવ્યો છે સરકાર તો તેનું કામ કરે છે અને કરશે જ પરંતુ રાષ્ટ્રભાવના પણ આપણામાં હોવી જોઈએ અને જેટલી મદદ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાય તેટલી પહોંચતી કરવી જોઈએ તેના ભાગરૂપે પૂજ્ય બાપુ દ્વારા રાશનકેટ મેડિકલ સામાન ઘરવાપરાશની વસ્તુઓ તેમજ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે .
તેને સામાન પહોંચાડવાની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવે છે. અશક્યસ્ત લોકોનું જીવન પુરવાર થાય અને ભૂખ્યાને અન્ન મળે તેવા ઉમદા કાર્ય કરે છે . મણિપુરની સરકારે પણ ગુજરાત અને આવા માનવતા વાદી સંતોનો આભાર વ્યક્ત કર્યો છે.
બાપુ આવા અનેક સેવા કાર્ય કરે છે જેમ કે કચ્છમાં ભૂકંપ , નેપાળમાં ભૂકંપ, ગુજરાતના ગિરનારની નેસળાઓમાં વસતા લોકો અને સેવાના ભેખધારી સંત હર હંમેશા અગ્રેસર રહીને કાર્યો કરે છે . સન્યાસી બની સંસારની સેવા કરે તેવા સંત મુક્તાનંદજી બાપુને ચારે બાજુથી ભારત અને ગુજરાતના નાગરિકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
ગુજ્જુ વીકમાં