કાલે વર્ષીદાન શોભાયાત્રા, કોળિયાવિધિ તેમજ ગુરૂવારે મહાભિનિષ્ક્રમણ શોભાયાત્રા: પૂ. ધીરગુરૂદેવના સાંનિધ્યે હજારો ભાવિકોના જય આદિનાથના નાદે ૩૫૧ વર્ષીતપના પારણાં ઉજવાયા
ગોંડલ સંપ્રદાયના જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામીની શતાબ્દી ઉપલક્ષે પૂ. ધીરગૂરૂદેવ પ્રેરિત સાધ્વીજી પૂ.પદમાજી મ.સ.ની વર્ધમાનતપની ઓળી ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસક અને ૩૫૧ વર્ષીતપનો ઈક્ષુરસ પાન મહોત્સવ પ્રસંગે તા.૧૨ના માતુશ્રી હંસાબેન રતિલાલ શાહ (ગોંડલવાલા) પરિવારના કિરણ રજનીકાંત શાહ પ્રેરિત તપસ્વીઓની શોભાયાત્રા, નવકારશી, અતિથિસત્કારનું આયોજન તેમજ બપોરે સાંજીમાં ૧૫૦૦થી વધુ ભાવિકો જોડાયા હતા.
આદિનાથનગરી (અમીનમાર્ગ)માં જય આદિનાથના નાદે રંજનબેન જે. પટેલે સહુ પ્રથમ ઈક્ષુરસ જગદીશ મહેતાને અર્પણ કર્યા બાદ સમૂહ પારણાનો પ્રારંભ થયેલ. શય્યાદાન કલશનો ડો. ચંદ્રા અને મહેન્દ્ર વારીઆ તથા પૂ. હંસાબાઈ મ.સ. આલેખિત ‘સમાધિસુમન’ પુસ્તકની વિમોચન વિધિનો લાભ નીરજભાઈ અને અમીશાબેન વોરાએ લીધેલ.
હજારો ભાવિકોએ પારણાની વ્યવસ્થાને બિરદાવી હતી. આબાલ વૃધ્ધ તપસ્વીઓનાં ૧૪-૧૪ મહિનાના વર્ષિતપને સહુ વંદન કરી રહ્યા હતા.
શાસનચંદ્રીકા પૂ. હીરાબાઈ મ.સ.ના ૮૭માં જન્મદિન નિમિત્તે ૮૭૦૦ રૂપિયાના કૂપનમાં ઘણા દાતાઓ જોડાયા હતા.
આજે તા.૧૫ના દીક્ષાથી મોનાલીબેનની માળારોપણ વિધિ અને વિદાયમાન તેમજ બપોરે દીક્ષા સાંજીનું આદિનાથનગરીમાં આયોજન કરાયું છે.
કાલે સવારે ૭.૧૫ થી ૮.૧૫ કલાકે સમર્થટાવર, અક્ષરમાર્ગ ખાતે સમરતબેન ભીમજી બદાણી પરિવારના ઈન્દુભાઈ બદાણીના નિવાસેથી વર્ષિદાન શોભાયાત્રાનો ૮.૩૦ કલાકે પ્રારંભ અને આદિનાનગરીમાં શોભાયાત્રા પૂર્ણ થયાબાદ દીક્ષાર્થીના હસ્તે વર્ષિદાનનો લાભ તેમજ બપોરે ૩ કલાકે કોળિયાવિધિ યોજાશે.
ગૂ‚વારે સવારે ૭.૧૫ થી ૮.૧૫ માતુશ્રી રસીલાબેન હરકીશન બેનાણી પરિવારના નિવાસે રાજપથ, પંચવટી મેઈનરોડ ખાતે નવકારશી બાદ મહાભિનિષ્ઠક્રમણ શોભાયાત્રા નૂતનનગર, પૂ. ઈન્દુબાઈ મ.સ. ચોક થઈ ડુંગર દરબાર, પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે ૯.૩૧ કલાકેથી દીક્ષા વિધિનો પ્રારંભ થશે.
આ પ્રસંગે દીક્ષા પ્રદાતા પૂ. ધીરગૂરૂદેવ એવં પૂ. સુશાંત મુનિ મ.સા. પૂ. નમ્રમૂનિ મ.સા. આદિ તથા જશ-ઉત્તમ-પ્રાણ-સંઘાણી અને બોટાદ સંપ્રદાયના સંત-સતીજીયો બિરાજશે.
દીક્ષામહોત્સવનો લાભ લેવા અમેરીકાથી જગદીશ અને રેણુ મહેતા, ડો. ચંદ્રાવારીઆ, જયંત કામદાર, ડો. હર્ષદ સંઘવી, જીતેન્દ્ર ઘેલાણી, ડો. પ્રભુદાસ લાખાણી તેમજ લંડનથી જગદીશ મહેતા, દારેસલામવાળા જે.એમ. પટેલ મસ્કતનાશોભા વાઘર, કિશોર મણીયાર વગેરે અનેક ભાવિકો પધાર્યા છે.વધુ વિગત માટે મો. ૭૦૪૮૫૮૮૫૮૮ નો સંપર્ક કરવો.
દીક્ષા મહોત્સવ પ્રસંગે ગોંડલ સંપ્રદાયના સંતોનું મિલન
ગોંડલ સંપ્રદાયના ‘ડુંગર દરબાર’માં દિક્ષા પ્રદાતા પૂજય શ્રી ધીર ગુરૂદેવની નિશ્રામાં આયોજીત મોનાલીબેનના દિક્ષા પ્રસંગે ગુજરાત રત્ન પૂજય સુશાંત મુનિ મ.સા. અને રાષ્ટ્ર સંત પૂ.નમ્ર મુનિ મ.સા.ના મિલનથી અનેરો ઉમંગ છવાયો હતો. પૂજય નમ્ર મુનિ મ.સા.ની શાસન ભક્તિને બિરદાવતા પૂ.શ્રી ધીરજમુનિ મ.સા.