કહેવાય છે કે સુંદરતા એ સ્ત્રીનું ઘરેણું છે. દરેક સ્ત્રી તેની સુંદરતા જાળવી રાખવા કે વધારવા સતત પ્રયત્નો કરી રહેતી હોય છે. અને તેના માટે પાર્લરમાં જઈ હજારો રૂપિયાના ખર્ચાઓ પણ કરે અને મોંઘા મોંઘા કોસ્મેટિક્સનો પીએન ઉપયોગ કરવાથી ખચકાતી નથી. નખ એ પણ સુંદરા અને સ્ટાઇલનું પ્રતિક બન્યા છે.
તેવા સમયે પાર્લરમાં નખની સારસંભાળ માટે મેનીકયોર કરાવવા જઈએ તો પણ તેની મોટી કિમ્મત ચૂકવવી પડે છે તો આવો જાણીએ કે ઘરે બેઠા જ ગરમ તેલ વડે નખને કઈ રીતે મેનીકયોર કરી તેને સુંદર અને મજબૂત બનાવી શકાય છે.
હોટ ઓઇલ મેનીકયોર માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પૂરતા પ્રમાણમા વિટામીન્સ અને એન્ટિઓક્સિડેંટ્સ હોય છે. જેનાથી નખ અને સ્કિનને વધુ સુંદર બનાવી શકાય છે. આ તેલ સ્કિનમાં અંદર સુધી પહોચી તેને ક્લીન કરે છે.
નખ માટે મેનીકયોર કરવા માટે વિટામિન ઇ, બદામનું તેલ, ઓલિવ ઓઇલ અને એરંડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા નખ ખરબચળા કે તૂટેલા છે તો તેના માટે ઓલિવ ઓઇલ શ્રેષ્ઠ વિકલ્પ છે.
હોટ ઓઇલ મેનીકયોર કરવાની રીત
સૌપ્રથમ નખ લાગળેલી નેઇલપોલિશને રીમુવારથી દૂર કરો.
નાખને તમારા આંગળના શેઈપ મુજક કટ કરો.
હવે નવશેકા પાણીમાં માઈલ્ડ શેમ્પૂ ઉમેરી તેમાં તમારા હાથને 15 મિનિટ સુધી બોળી રાખો.
ત્યાં બાદ એક સ્વચ્છ બ્રશ દ્વારા નખને સાફ કરો.
ત્યાર બાદ તમારી પસંદગી મુજબ તેલ લઈ તેને નવશેકું કરી તેનાથી નખ પર હળવા હાથે માલિશ કરો.
આટલું કર્યા બાદ નખ પર બેસ એપ્લાય કરો, અથવા જો નેઇલ પેંટ લગાવવી હોય તો બ્રશને નાખના મૂળથી લઈ નીછે તરફ એકા જ દિશામાં બ્રશને લઈ જવું જેથી એક સમાન કોટ લાગે.