અત્યાર સુધી  59 આરોપીઓની ધરપકડ  બાદ જેલ હવાલે  કરાયા

જૂનાગઢમાં પોલીસ ઉપર ગત શુક્રવારના રાત્રીના પથ્થરમારો સહિતની બનેલ હિંસક ઘટનામાં 500 જેટલા લોકોના ટોળા તથા 31 ઈસ્મોના નામ જોગ હત્યાનો પ્રયાસ સહિતની કલમો અન્વયે ગુનો દાખલ થયેલ હતો. જેમાં 59 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, તથા મનપાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને તેમના પુત્રની પણ સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે પિતા પુત્રની શોધખોળ શરૂ છે. આ સાથે આ ઘટનામાં વધુ એક ગુનો દાખલ કરાયો છેઅને એફબી ઉપર ભડકાવ વિડીયો વાયરલ કરનાર બે સગીરને ડીટેઇન કરાયા છે.

જૂનાગઢના મજેવડી દરવાજા પાસે ગત શુક્રવારની રાત્રે પોલીસ ઉપર થયેલા પથ્થરમારો અને વાહનો સળગાવીને નુકસાન કરવા મામલે પોલીસ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ થયેલ હતી, જેમાં 31 લોકો સામે નામ જોગ તેમજ 500 ના ટોળા સામે હત્યા તથા હત્યાનો પ્રયાસ સહિતની કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તથા તેમાં આરોપી તરીકે મનપા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને એનસીપીના કોર્પોરેટર તેમજ તેમના પુત્રની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું તેથી પોલીસ દ્વારા અદ્રે માન પંજા અને તેમનો પુત્ર બંને ફરાર હોય બંનેને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું.

દરમિયાન આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 59 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અગાઉ એક મહિલા સહિત 34 લોકોને કોર્ટમાં રજૂ કરેલા તેના બે દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન આ ઇસમોના 14 જેટલા મોબાઈલ કબજે કરીને બનાવના અગાઉ અને પછી સોશિયલ મીડિયામાં તેમજ અંદર કેવા મેસેજો અને વિડીયો વાયરલ કરેલા તેની તપાસ કરવામાં આવી હતી તે સાથે બહારથી લોકોને બોલાવવા અને પથ્થરો મંગાવીને હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાય આવ્યું હોય તે દિશામાં તપાસે ચાલી રહી છે તથા આ કેસમાં 59 આરોપીઓને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલ હવાલે કરાયા છે. તેમ તપાસનીસ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ જે જે પટેલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.