દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન ઝાલાના અધ્યક્ષ સને જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ: કર્મચારીઓને તમામ સુવિધાઓ સમયસર મળે તેવા સુચનો અપાયા
દેવભૂમિ દ્વારકામાં સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલાના અધ્યક્ષ સને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સો કલેકટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સફાઇ કામદારોના અગ્રણીઓ પણ ઉપસ્તિ રહ્યાં હતા.
બેઠકમાં ચેરમેન ઝાલાએ નગરપાલીકાના ચીફ ઓફીસરો અને સંબધિત અધિકારીઓ પાસેી વિગતો મેળવી સમિક્ષા કરી જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત અભિયાન ને સફળ બનાવવામાં સફાઇ કામદારોની ભૂમિકા ધણી જ અગત્યની છે. સફાઇ કામદારો આ ભૂમિકા સારી રીતે નિભાવે સ્વચ્છ ભારતના અભિયાનને સારી રીતે સફળ બનાવે તેમ તેમણે જણાવ્યુ હતું
ચેરમેને વધુમાં શહેરના વિકાસ સો વાલ્મીકી સમાજના સફાઇ કર્મચારીઓના વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, સામુહિક સૌચાલયના વિકાસકામો વધુ ાય તેમજ આવાસ વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા જણાવી નગરપાલીકા વિસ્તારમા કામ કરતા સફાઇ કર્મચારીઓને નિયમિત પગાર, પી.એફ. અને પેન્સન જેવી સુવિધાઓ સમયસર મળે તા સફાઇમાં જ‚રી સાધનો અને ગણવેશ સહિતની સુવિધાઓ પુરતા પ્રમાણમાં મળે તે અંગે અધિકારીઓને જ‚રી સુચના આપી હતી.ચેરમેન ઝાલાએ સફાઇ કામદારો અને તેના પરિવારની સ્વાસ્યની ખેવના કરી નગરપાલીકા દ્વારા સમયાંતરે આરોગ્ય કેમ્પો યોજવા અને તેમાં સફાઇ કરતા પરીવારોને આવરી લેવાનું પણ જણાવ્યું હતું.
વધુમાં નગરપાલીકાઓને સફાઇ કામદારોને સ્વચ્છ શહેર રાખવા સો શહેરના લોકોનું પણ સ્વાસ્ય સારૂ રહે તે માટેની સફાઇનું કાર્ય નિયમિત કરે છે ત્યારે તેઓ પણ પોતાનું સ્વાસ્ય જાળવવા સફાઇ કામગીરી માટે જરૂરી સાધનોનો ઉપયોગ પુરતા પ્રમાણમાં કરે તે જરૂરી છે. તેમ જણાવી તેમણે ભુગર્ભ ગટરમાં કામ કરતા કર્મચારીઓ પણ જરૂરી સાધનોનો ઉપયોગ કરી કાર્ય કરવા જણાવ્યું હતું
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાવલ, નિવાસી અધિક કલેકટર સરવૈયા, પ્રાંત અધિકારી ઝણકાંત, જિલ્લા આરોગ્યન અધિકારી સીંગ, મામલદારઓ, ચીફ ઓફીસરઓ તા જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ તેમજ વાલ્મીકી સમાજના આગેવાનો ઉપસિત રહયા હતા.