રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને 50 મી વર્ષગાંઠ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી ગુરુવારે  કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પ્રસ્તુત સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાશે.શહેરના વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત મેયર એવોર્ડ થી નવાજવામાં આવશે.

ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી, સમાજસેવક હિમાંશુભાઇ માંકડ, જીવદયાપ્રેમી સુમનભાઇ કામદાર, પર્યાવરણપ્રેમી વી.ડી.બાલા, નાટ્યકાર કૌશિકભાઇ સિંધવ, સાહિત્યકાર દિલિપભાઇ જોશી, સમાજસેવિકા ઉષાબેન જાની અને ગાંધીવાદી બળવંતભાઇ દેસાઇને મેયર એવોર્ડ એનાયત કરાશે

મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબેલી વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી તા.24ના રોજ રાત્રે 8:30 કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પ્રસ્તુત સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાશે.

આ તકે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય  ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા,  પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા અને મંત્રી બિનાબેન આચાર્ય તથા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, અને ડો.માધવ દવે, અગ્રણી ઉદ્યોગપતિ મૌલેષભાઇ ઉકાણી, અગ્રણી સમાજસેવક હિમાંશુભાઇ માંકડ, અગ્રણી જીવદયાપ્રેમી સુમનભાઇ કામદાર, અગ્રણી પર્યાવરણપ્રેમી વી.ડી. બાલા, અગ્રણી નાટ્યકાર કૌશિકભાઇ સિંધવ, અગ્રણી સાહિત્યકાર દિલિપભાઇ જોશી, અગ્રણી સમાજસેવિકા ઉષાબેન જાની, અગ્રણી ગાંધીવાદી બળવંતભાઇ દેસાઇ તથા અતિથિ વિશેષ તરીકે મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઇ રાડીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત ફોર્જીંગ પ્રા.લિ. ના ચેરમેન અરવિંદભાઇ પટેલના વરદ હસ્તે દિપપ્રાગટ્ય થશે.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના વિકાસમાં, સામાજીક સેવા, ઉદ્યોગ, કલા, સાહિત્ય, પર્યાવરણ, જીવદયા, વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા મહાનુભાવોને મેયર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવનાર છે, જેમાં અગ્રણી સમાજસેવક હિમાંશુભાઇ માંકડ, અગ્રણી ઉદ્યોગપતિ મૌલેષભાઇ ઉકાણી, અગ્રણી જીવદયાપ્રેમી સુમનભાઇ કામદાર, અગ્રણી પર્યાવરણપ્રેમી વી.ડી. બાલા, અગ્રણી નાટ્યકાર કૌશિકભાઇ સિંધવ, અગ્રણી સાહિત્યકાર દિલિપભાઇ જોશી, અગ્રણી સમાજ સેવિકા ઉષાબેન જાની, અગ્રણી ગાંધીવાદી બળવંતભાઇ દેસાઇનો સમાવેશ થાય છે.

અહી એ નોંધવું રહ્યું કે, આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગઝલગાયક મનહર ઉદાસના મધુર કંઠે ગાયન પ્રસ્તુત થશે, જેમાં કેટલાંક ગાયનો જેવા કે, નયનને બંધ રાખીને…, શાંત ઝરૂખે વાટ નીરખતી…, હું ક્યાં કહું છું આપને…, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત…, તારી આંખનો અફીણી…, થાય સરખામણી તો…, છે ઘણાં એવા છે…, જીવન સ્વપ્ન છે…, સહિતના લોકજીભે રહેલા ગાયનોનો સમાવેશ થાય છે. મનહર ઉધાસે ગઝલ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ સંખ્યાબંધ ગીતો ગાઈને ગીતસંગીત ક્ષેત્રે એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરેલી છે. તેમના મધુર કંઠે ગવાયેલ ગીતો અને ગઝલો આજે પણ લોક હૈયામાં સ્થાન ધરાવે છે. હિન્દી ફિલ્મોમાં તેમણે ગાયેલા લોકપ્રિય ગીતો પર એક દ્રષ્ટિપાત કરીએ તો … પ્યાર કરને વાલે કભી ડરતે નહીં…,  લુટે કોઇ મનકા નગર બનકે…., તુ મેરા જાનુ હૈ…, તેરા નામ લીયા…, તુ કલ ચલા જાયેગા તો…, હમ તુમ્હે ચાહતે હૈ…, ઇલુ ઇલુ…, હમ તેરે બીન કહીં રહે નહીં પાતે…., જેવા અનેક સદાબહાર ગીતોનો સમાવેશ થાય છે. શહેરીજનોને આ સંગીત સંધ્યાને માણવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.