બંને બેંકના એક એક કર્મચારી કોરોના પોઝીટીવ આવતા આ નિર્ણય લેવાયો
માંગરોળની એસીબીઆઇ અને બેંક ઓફ બરોડામાં બે બેંકના કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી જતા બેંક કર્મીઓ અને ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, અને માંગરોળની એસબીઆઇ બેન્ક અને ૧૪ તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળની એસ.બી.આઇ. બેન્કના માણાવદરથી અપડાઉન કરતા એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા બેંકના કર્મચારીઓ અને બેંકમાં આવેલ ગ્રાહકોમાં હાલમાં તો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, જેને લઇને એસ.બી.આઇ. બેન્ક સત્તાવાળાઓએ આજથી ૧૪ તારીખ સુધી બેંક બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તો, માંગરોળની બેંક ઓફ બરોડા બેંકના કર્મચારી પણ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારે પણ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો ત્યારે આજે એસબીઆઇ બેન્કના કર્મચારી પણ કોરોનાની ઝપટમાં આવી જતા માંગરોળની બેંક ૧૪ તારીખ સુધી બંધ રાખવાનો હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે.