ડોકયુમેન્ટ અપડેટ કરવાના બ્હાને લીંક મોકલી બેંકમાંથી રકમ ટ્રાન્સફર કરી ‘તી
માંગરોળના યુવાન સાથે ડોક્યુમેન્ટ અપડેટ કરવાના બહાને કરાયેલા રૂ. 2.86 લાખની છેતરપિંડી કેસમાં બેંક ફ્રોડનો ભોગ બનનારને જુનાગઢ એસઓજીએ રૂ. 2.61 લાખ પરત અપાવ્યા હતા. કોઈ અજાણ્યા શખ્સે માંગરોળના પ્રશાંત હોદ્દારને મોબાઈલ ફોન કરી, તમારું એકાઉન્ટ બંધ થઈ જવાનું છે અને અપડેટ કરવું પડશે. તેમ જણાવી એક લિંક મોકલી હતી અને આ લિંક પર ક્લિક કરતા અલગ અલગ ઓપ્શન ઓપન થયા હતા. જેમાં એકાઉન્ટ નંબર, એટીએમ નંબર, પાનકાર્ડ નંબર, મોબાઈલ નંબરની વિગતો નાખતાની સાથે જ નેટબેન્કિંગ દ્વારા ટ્રાન્જેક્શન કરી, ફોરવર્ડ કરનારે રૂપિયા 2,86,792 ઉપાડી લીધા હતા.
જે અંગે જૂનાગઢ એસ. ઓ.જી. પી.આઈ. એ.એમ. ગોહિલ, પી.એસ.આઈ. એમ.જે. કોડિયાતરના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દીપક જાની, પો.કો. બ્રિંદા ગિરનારા, કૃણાલસિંહ પરમારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, એમેઝોન, પે તેમજ બેંકના પેમેન્ટ ગેટવેના સંકલનમાં રહી, ફ્રોડમાં ગયેલ રકમનો ક્યાંય દૂર ઉપયોગ ન થાય અને અરજદારને રકમ પરત મળે તે માટે સૂચના આપી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેના લીધે માંગરોળના પ્રશાંત હોદ્દારને ફ્રોડમા ગયેલા રૂ. 2.86 લાખ માંથી 2,61,800 ની રકમ રિફંડ મળી હતી.