જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે એસઓજીએ બાતમી આધારે ગતરાતે માંગરોળના ગાંધીચોકમાંથી એક શખ્સને મેડ્રોન ડ્રગ્સ, ચરસ, ઓપીએટ, ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈને તેની પાસેથી કુલ રૂ.87 હજારનો મુદ્દામાલ કબ્જે કરી સ્પલાયરની શોધખોળ હાથધરી છે.
કેફી દ્રવ્યો,બાઈક અને મોબાઈલ સહિત કુલ રૂ.87 હજારનો મુદ્દામાલ કબ્જે કરતી જૂનાગઢ એસઓજી
વિગતો અનુસાર જૂનાગઢ એસઓજીના પી.આઈ. એ.એમ.ગોહિલ સહિતના સ્ટાફે બાતમીના આધારે ગતરાતે 2.50 કલાકે માંગરોળના ગાંધીચોકમાં વોચમાં .હતા ત્યારે ગુલઝાર ચોક તરફ્થી બાઈક લઈને આવી રહેલા અહીના યુનુસ ઉર્ફે લાલ બાદશાહ હસન જાગા (રહે.નવાપરા) ને અટકાવતા તે ભાગવાની ફિરાકમાં હતો.અને ઝડપી લીધો હતો, તેની પાસેથી 3,580 ગ્રામ મેડ્રોન ડ્રગ્સ (કી.35,800), 3,020 ગ્રામ ઓપીએટ (કી.15,100), 3.810 ગ્રામ ચરસ (કી.પ71) અને 91.250 ગ્રામ ગાંજો (કી.912) નો જથ્થો મળી આવ્યો છે.
આ કેફી દ્રવ્યો અને મોબાઈલ. બાઈક સહીત કુલ 87,384 નો મુદ્દામાલ કબજેકરીને કાર્યવાહી કરી હતી. યુનુસની પૂછતાછમાં આ જથ્થો તે જૂનાગઢના રફીક બાબુ રીન્ગાલો નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસે બન્ને શખ્સો સામે માંગરોળ પોલીસમાં ફરિયાદ નોધાવી તેની શોધખોળ હાથધરી છે