માંગરોળ તાલુકાના રહિજ ગામના આર્મી જવાન વિક્રમસિંહજી ચુડાસમા તા.ર0 મેના રોજ શહીદ થતા ગ્રામજનોમાં ધેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.
તે બહાદુરસિંહજી ગોવુભા ચુડાસમાના પુત્ર, ભરતસિંહજીના ભાઈ થાય છે. યશપાલસિંહજી તથા વિશ્વરાજસિંહજીના પિતા રાથબહાદુરસિંહ ચુડાસમાએ કે રાજપૂત સમાજે નહીં પણ આખાયે રહિજ ગામે એક આશાસ્પદ યુવાન ગુમાવ્યો છે. એનું ખૂબ દુ:ખ છે પણ સાથે સાથે ગર્વ પણ એટલું જ છે કેમ કે માં ભારતની રક્ષા કરતા કરતા શહીદી વહોરી છે અને એનાથી પણ વધુ ખુશી તો એ વાતની હતી કે રાથવિક્રમસિંહ હોર્સ રાઈડિંગમાં પોલો રમતમાં ઓલિમ્પિક્સમાં સિલેક્ટ થયા હતા પણ કુદરતને કાંઈક અલગ મંજુર હશે ત્યારે આવતી કાલે જ્યારે રાથવિક્રમસિંહનો પાર્થિવ દેહ માદરે વતન રહિજ આવવાનો હોય ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજે તથા રહિજ ગામે ખૂબ કઠોર દિલ કરી ને સલામી આપવાની છે ત્યારે સર્વે યુવાનો અને વડીલો ને વિનંતી કે શક્ય હોય તો સફેદ કલર નો શર્ટ કે ટીશર્ટ પહેરી એક હાથ માં રાષ્ટ્રધ્વજ અને પુષ્પ લય અને લાઇન માં ઉભા રહી ને એક લાંબી સાંકળ બનાવી છેક રાસ્ત્રસ્ત્રવિક્રમસિંહ ના ઘર સુધી ઉભવાનું છે તો બધા ને વિનંતી કે આપણા સપૂત વીર રાવિક્રમસિંહ ને સલામી આપીએ.