ટ્રક પર દોરડા બાંધતી વેળાએ જીવતા વીજવાયરને અડી જતા સર્જાય દુર્ઘટના

મેંદરડાન જીક સાસણ રોડ પર ગત મોડીરાત્રે ટ્રક પર ચડી દોરડા બાંધતી વખતે ઉપરથી પસાર થતી વીજ લાઈનને સ્પર્શી જતા જોરદાર વીજ શોક લાગતા તાલાલાના યુવાન ડ્રાઈવર તથા કલીનરનું મોત થયું હતુ. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલામાં રહેતા જહાગીરભાઈ વલી મહમદ બ્લોચ ઉ.૩૫ તથા કલીનર રહીમભાઈ ઉર્ફે મુન્નો ઈસાભાઈ નારેજા ઉ.૩૨ ગત રાત્રે જી.જે.૧૬ વી ૪૩૧૦ નંબરના ટ્રકમાં લોખંડનો ભંગાર ભરી મેંદરડા સાસણ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ટ્રકમાં પંકચર પડતા પંકચર કરાવવા માટે ય્રક મેંદરડા નજીક આવલે મા કૃપા હોટલ ખાતે ઉભો રાખ્યો હતો. ડ્રાઈવર જહાંગીરભાઈ નીચે ટાયર ખોલી રહ્યા હતા.

તથા કલીનર રહીમભાઈ સામાનને બાંધેલા દોરડા ઢીલા થઈ જતા તે વ્યવસ્થિત કરવા ટ્રકની ઉપર ચડયા હતા રાત્રે અંધા‚ હોવાથી તેની ઉપરથી પસાર થતી એલ.ટી. વીજ લાઈન ન દેખાતા તે તેને સ્પર્શી જતા તેને જોરદાર વીજ શોક લાગ્યો હતો. ટ્રકમાં લોખંડનો ભંગાર હોવાથી પૂરો ટ્રકમાં વીજ શોક આવ્યો હતો અને નીચે રહેલા ડ્રાઈવર જહાંગીરભાઈને પણ વીજ શોક લાગ્યો હતો. અને બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. આ બનાવ અંગે જાણ થતા પોસ તથા અન્ય લોકોએ ઘટના સ્થળે જઈ બંનેના મૃતદેહને પી.એમ.માં ખસેડયા હતા યુવાન ડ્રાઈવર કલીનરનાં વીજ શોકથી મોત થતા વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે મેંદરડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.