માંગરોળ પંથકમાં છેલ્લા વીસ દિવસમાં એસ.ટી. કમઁચારીઓને માર મારવાનો બીજો બનાવ નોંધાયો છે. ચોરવાડ અને કુકસવાડા ગામ વચ્ચે રાજુલા તરફથી આવતી બસ આગળ ફોર વ્હિલ રોકી ચાર થી પાંચ શખ્સોએ ડ્રાઈવર, કંડકટરને માર માયોઁ હતો. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અથેઁ અત્રેની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. પોલીસે નિવેદન, સ્થળ ખરાઈ સહિતની કાયઁવાહી હાથ ધરી ફરજ રૂકાવટનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ:- રાજુલા ડેપોની રાજુલા-ઓખા બસ (ૠઉં ૧૮ ણ ૨૦૯૦) બપોરના બારેક વાગ્યે માંગરોળ તરફ આવી રહી હતી. ત્યારે ચોરવાડથી ત્રણ કિ.મિ. દુર બસને આંતરી, આડે કાર રાખી ચારથી પાંચ શખ્સો ઊતયાઁ હતા. કોઈ કાંઈ સમજે તે પહેલાં કેબિનનો દરવાજો ખોલી “બસ સામે કેમ આવવા દે છે” કહી ડ્રાઈવર રાણીંગભાઈ દેસુરભાઈ વણજર(ગામ:-જામકા, તા.ખાંભા)ને માર મારવાનું શરૂ કરતા પેસેન્જરો હેબતાઈ ગયા હતા. આ સમયે કંડકટર જનવાર પ્રતિકસિંહ મહોબતસિંહએ નીચે ઉતરી, રોકવાની કોશિષ કરતાં તેને પણ ધમકી આપી હાથાપાઈ કરી હતી. એસ.ટી. કમીઁઓને બચાવવા કેટલાક પેસેન્જરોએ દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડયો હતો. બનાવ બાદ ડ્રાઇવરે બસ માંગરોળ પોલીસ સ્ટેશને હંકારી મુકી હતી. ઘટનાની જાણ થતા માંગરોળ ડેપોના ટી.આઈ. સરમણભાઈ કડછા અને ટી.સી. રઘુભાઈ સરવૈયા તાબડતોબ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલમાં સારવાર અથેઁ ખસેડાયા હતા. ત્યારબાદ કંડકટરના નિવેદન સહિતની કાયઁવાહી હાથ ધરી અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરી બસને રવાના કરાઈ હતી. બનાવને પગલે એસ.ટી. કમઁચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.