માંગરોળ શહેર તાલુકા પંથકમાં પોલીસની મીઠી નજર હેઠળ ગૃહ ઉદ્યોગની જેમ જેમ ધમધમતા દેશીના હાટડા, ફોન કરી અને દારૂની ડીલીવરીથી અનેક લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે.પોલીસ સમયસર પગલા નહી લે તોમહિલાઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચારવામાં આવી છે.
સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો દારૂની ડિલીવરી કરનાર શખ્સોની ઓળખ મળી શકે
માંગરોળ શહેર પોલીસની મીઠી નજર હેઠળ કે પછી કોઈ મોટા માથા ની દેખરેખ નીચે ચાલે છે અને જવાબદારી શું નાના મોટા ગુનાઓને નજરમાં રાખી કાર્યવાહી થી પોલીસ સંતોષ માને છે. આરેણા ગામેથી મરૂન કલરના મોટર સાઇકલમાં છેલ્લા ત્રણ ચાર માસથી મોટરસાયકલ માં આગળ થેલાઑ ભરી દેશી દારૂ માંગરોળમાં લઈ આવી સવાર બપોર સાંજ ત્રણ ડીલેવરીદરેક પીવા વાળા ના ઘરે તેમજ માંગરોળના ચોક્કસ એરીયાઓમાં દારૂની ડીલેવરી કરતા હોય અને તે પણ બે ધડક ₹50 તેમજ રૂપિયા 100 ની એક થેલી
તેમજ પોતાના મોબાઈલ નંબર ઉપર કોઈપણ ગ્રાહક નો ફોન આવે કે ડીલેવરી થાય
અને તેમના દુકાન કે તેમના ઘરે ડીલેવરી આપવામાં આવે જેમાં માંગરોળ બાયપાસ વેરાવળચોકડી/નવા બસ સ્ટેશન/શાહપુર રોડ/બંદર રોડ/ગોલારાણા વાળા/મચ્છી પીટ/થઈ ધીખાણીયા ના નાકે/સિંદોરિયા વાવ/માતરી ટનીગ/માંડવી દરવાજા પાસે/ટાવર/જુના ભઠ્ઠી/સિક્રેટરી રોડ/છેલ્લે ટેક્સી સ્ટેન્ડ માંગરોળ/માતો 20 20 મિનિટ ઉભી બેધડક ધંધો કરે છે
બે રોકટોક ખુલ્લેઆમ ધંધો ચાલતો હોય કોઈપણ જાતની પોલીસની બીક રાખ્યા વગર ફોન કરો ને માલ લઇ જાવ નાની મોટી જગ્યામાં મોટરસાયકલ ઊભું રાખી ધંધો કરવામાં આવે છે જો આ ડીલેવરી મેનની જીણવટ ભરી તપાસ કરવામાં આવે તો મોટાભાગના મુખ્ય સીસીટીવી કેમેરામાં પણ કેદ હોવાનું લોકોનું માનવું
અમુક પ્યાસી તો માંગરોળમાં એજન્ટો છે જે બે ચાર પાંચ જણા ભેગા થાય તો ફોન કરવામાં આવે અને કહેવાતા નંબર —— ઉપર ફોન કરાવે અને દસ મિનિટ માં બુઞિયા દારૂ માલની ડીલેવરી દેવા આવી જાય ઘરનાઓ સાથે તેમજ પત્નીઓ સાથે મોટા પ્રમાણમાં ઝઘડો મારામારી થતિ હોય છે *છેલ્લે આવા ડીલેવરિ બોય ની પત્નીઓ તેમજ ઘરના* *પોલીસને ફરિયાદ કરવાના બદલે આગેવાનો તેમજ પ્રેસ પ્રતિનિધિઓ ને મળતા હોય છે અને આવી જાણકારી આપી બંધ કરાવવા આજી જી કરે છે .