સામાન્ય જરૂરીયાતમંદોથી ઉદ્યોગપતીઓને લાભાલાભની લાલચે શીશામાં ઉતારાયા
માંગરોળ પંથકમાં નાનામોટા જરૂરીયાત મંદો અને ઉદ્યોગપતીઓને લોન સબસીડી અપાવવાની લાલચે તોડ કરનારાઓના કારસ્તાનોની ફરિયાદો ઉઠી છે.
માંગરોળના તલોદરા ગામના એક વેપારી માંગરોળ નાં સીલ ગામે જી આઇ ડીસીમા સીંગ દાણાં નુ મીલ ધરાવે છે પરંતુ જુનાગઢનો એક તોડબાજ આ વેપારી ને મોટી સબસીડી મેળવવાની લાલચમાં ફસાવી લાખો રૂપિયા નો તોડ કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છેઆ વેપારીને કેશોદ નાં બેંક ઓફ બરોડા માંથી આશરે દોઢ કરોડની લોન કરાવી 19 લાખ રૂપિયા સબસીડી ની લાલચ આપી હતી જેથી વેપારી ભોળવાઈ જય આ ઢોગીની ગુચાલમા ફસાયો હતો અને માંગરોળ મુકીને કેશોદ ની બેંક ઓફ બરોડા માંથી લોન કરાવી હતી
આમ જોઇએ તો બેંક પ્રોપર્ટી ની આકારણી કરીને ધીરાણ આપતી હોયછે પરંતુ અહીં આકારણી કરવા આવેલાઓનેપણ ખીસ્સા ભરવામાં આવતાં આવવાના આક્ષેપો થયા છે જેથી આ પ્રોપર્ટી ની વધુ રકમ દર્શાવી ને બે કરોડ જેટલી આકારણી કરીને કેશોદ બેંક ઓફ બરોડા માં મીલીભગત કરીને વેપારીને આશરે દોઢેક કરોડની લોન કરાવી હતી જયારે વેપારીની પરિવારજનોેને અંધારામાં રાખીને સહીઓ કરાવી લીધાનું અનુમાન છે
લોન થયા બાદ વેપારી પાસેથી 38 લાખ રૂપિયા જેવી માતબર રકમ આ તોડબાજે પોતાની પેઢીના એકાઉન્ટ માં બેંક ઓફ બરોડા કેશોદ માંથી ટ્રાન્સફર કરાવી સબસીડી મળીજાશે તેવું આસ્વાશન આપી ને ઉચાહાથ કરતાં 38 લાખ રૂપિયા જેવી માતબર રકમની છેતરપિંડી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેથી વેપારી સાથે છેતરપિંડી કરી હોવાનું વેપારીને જાણ થતાં આ વેપારીએ લોન પરત ન ભરતાં વેપારી ની મીલ્કત જપ્તી કરવાનો હુકમ થતાં વેપારીની હાલત કફોડી બની ચુકીછે પરંતુ આ બાબતે જો સત્ય હકીકત તપાસ થાય તો આવા ઠગ ભગતો સામે પગલાં લેવાઇ અને વેપારીને ન્યાઇ મળે તેવી ચર્ચા સાંભળવા મળે છે