Mangrol: વહેલી સવારમાં ફરી એક વાર એક બોટ ડૂબી જવાનો બનાવ બન્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે બોટ સંપૂર્ણપણે નાશ પામી હતી. જે વિશે મળતી માહિતી મુજબ માંગરોળ નજીક દરિયામાં વેરાવળ તરફ જતા આદરી ગામ પાસે ખરાબ વાતાવરણ અને  ફિસિંગ બોટમાં કોઈ કારણોસર પાણીમાં ડૂબવા લાગતા તેમાં રહેલ ખલાસીઓ પાણીમાં કૂદી ગયેલ જ્યારે વહેલી સવાર હોવાના કારણે અન્ય લોકોની મદદ અને પાણીમાં તરી આદરી પાસેના કાંઠા પર પહોંચી ગયેલ આ માંગરોળ ખારવા જ્ઞાતિના રાજુભાઈ ની બૉટ હૉવાનુ  મનાઈ છે અને તે બોટમાં રહેલ તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો છે જ્યારે આ બોટમાં મોટી નુકસાની થયું હોવાનું પણ સામે આવ્યું છે.

SIMPAL

નીતિન પરમાર માંગરોળ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.