ડો. વેજાભાઇ ચાંડેરાએ કોરોના સંક્રમિતોની સેવા માટે મુખ્યમંત્રી અને જૂનાગઢ કલેકટરને લેખિતમાં સહમતી આપી
માંગરોળ તાલુકાના લોએજ ગામના શિક્ષણવિદ્ અને સમાજ સેવક ડો. વેજાભાઇ ચાંડેરાએ પોતાના બે શૈક્ષણિક સંકુલોનો ઉપયોગ કોવિડ કેર સેન્ટર માટે થાય તે માટે મંજૂરી આપી છે. તેઓએ મુખ્યમંત્રી અને જૂનાગઢ કલેકટરને લેખિતમાં પોતાનું સહમતી પત્રક મોકલ્યુ છે.કોરોના મહામારી ના બીજા તબક્કા માં આજે સમગ્ર દેશ અને રાજ્ય ખુબ જ કઠિન પરિસ્થિતિ માં માંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે ગુજરાત ના તમામ જીલ્લા ની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે હોસ્પિટલ માં બેડ મેળવવા પણ મુશ્કેલ બને તેવા દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ના લોએજ ગામના શિક્ષણ વિદ અને સમાજ સેવક એવા ડો. વેજાભાઇ ચાંડેરા પોતાના બે શૈક્ષણિક સંકુલ કે જે ખુબ જ મોટા બિલ્ડીંગ અને વધુ રૂમ ની સગવડ ધરાવતા આધુનિક તમામ સુવિધા ધરાવે છે
તેમને પોતાના વિસ્તારના લોકો ની કોવીડ બાબતે પરેશાની અને મુશ્કેલીમાં પોતાના બંને શૈક્ષણિક સંકુલો જેમાં લોએજ ખાતે આવેલ વી. એમ. ચાંડેરા શૈક્ષણિક સંકુલ નુ બિલ્ડીંગ અને કેશોદ ના દિવરાણા ધાર ખાતે આવેલા પોતાના શૈક્ષણિક સંકુલ ના બંને બિલ્ડીંગ માં રૂમ ની સંખ્યા વધુ હોય, તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યારે દેશ, રાજ્ય અને વિસ્તાર ના લોકો ની સેવામા આ શૈક્ષણિક સંકુલ ના બિલ્ડીંગ માં કોવીડ કેર સેન્ટર બનવવા માટે રાજ્ય ના મુખ્યમંત્રી અને જૂનાગઢ કલેક્ટર ને લેખિત માં સહમતી આપી છે. આવા સામાજિક આગેવાન ની આ પહેલ જો સરકાર સ્વીકાર આ વિસ્તાર માં કોવીડ કેર સેન્ટર ઉભા કરવામાં આવે તો મોટા પ્રમાણ માં બેડની સુવિધાઓ ઉભી થઇ શકે તેમ છે. અને માંગરોળ, કેશોદ, માધવપુર સુધી ના તમામ ગામના દર્દીઓ ને સારવાર આપી શકાય તેમ છે.
આ પહેલ ને આ વિસ્તાર ના આગેવાનો અને લોકો એ આવકારી ને એક સાચા સમાજ સેવક તરીકે સંકટ સમય માં પોતાના બિલ્ડીંગ આપી ઉમદા દેશ સેવાનુ કાર્ય વેજાભાઇ ચાંડેરા કરવામાં આવ્યુ છે.