૨૪ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા
માંગરોળ શહેરમાં કારડીયા રાજપુત સમાજના ૨૦માં સમુહલગ્ન યોજાયેલો હતો. વિવાહ એ બે વ્યકિતઓને જ નહીં પણ બે પરિવારોને એક મેકથી જોડતી કડી છે.
આ એક અતુટ પવિત્ર અને ભાવનાત્મક બંધન છે. જે એક સ્વસ્થ સમાજની રચનાનો પાયો છે. સમુહલગ્ન પ્રત્યે જાગૃતતા અને કુરિવાજોને દુર કરવા તેમજ સમુહલગ્ન થકી સમાજમાં બિનજરી ખર્ચ સમય અને શકિતનો વ્યય થતો અટકે છે ત્યારે ૨૪ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.
આ શુભ પ્રસંગે નવદંપતિઓને શુભાશિષ આપવા સંતો મહાનુભાવો અને જ્ઞાતિના આગેવાનો તથા માંગરોળ તાલુકા કારડીયા રાજપુત સમાજ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ક્રાંતિકારી હકારાત્મક અને સ્મિતભર્યા નિર્ણયને બિરદાવવા જ્ઞાતિજનોને વિશાળ સંખ્યામાં આ કલ્યાણકારી કર્યાની શોભા વધારી હતી.