જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ડીવાયએસપીને લેખિત રજૂઆત
માંગરોળ પત્રકાર સંઘના સદસ્ય અને શહેરમાં સામાજીક પ્રવૃત્તિ સાથે જોડાયેલા તેમજ સ્થાનિક પોલિસને પણ અવારનવાર મદદરૂપ થતા પત્રકાર નિતીનભાઈ જે. પરમાર તેમજ (ભાજપ)ના પા. સદસ્ય મયુરીબેન પરમાર સહિતનો પરિવાર ગત તા.૧૦.૧૨.૨૦ના રોજ માંગરોળથી પોરબંદર જતા નવીબંદર ચેક પોસ્ટપર આર.આર. મારૂ એ.એસ.આઈ. દ્વારા થયેલ અઠંગ ગુનેગાર જેવા વર્તનને માંગરોળ પત્રકાર સંઘે રોષપૂર્ણ વખોડી કાઢ્યો છે.પોલીસ અને પત્રકાર એક સિકકાની બે બાજુ છે ત્યારે વીના કારણે આવું બેહુદી વર્તન કરનાર આ સિવિલ ડ્રેસમાં ઉભેલા પોલીસ કર્મી કે જે છેલ્લા થોડા સમયથી જ કુતીયાણા પોલીસ સ્ટેશનમાંથી અત્રે હાજર થયેલ હોય અને તેઓ પોતાના ઉપલાઅધિકારીને ગાઠતા ન હોવાનું જાણવા મળેલ છે. અને આ વ્યકિત હરહંમેશ પોતે ખાખીના રોફમાં અવાર નવાર લોકોને ધમકાવતા હોવાનું પણ જાણવા મળેલ છે.
આ સમગ્ર બનાવની તપાસ કરી અને જવાબદાર દરેક અધિકારીથી લઈને કર્મચારી સુધી યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માંગરોળ પત્રકાર સંઘે ડી.વાય.એસ.પી.ને લેખીત રજૂઆત કરી છે.