રાજયમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનીંગના ઘણા બનાવો સામે આવ્યા હતા ત્યારે જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકામાં વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં લગ્ન પ્રસંગમાં 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તમામ લોકોને ચોરવાડની સરકારી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના કુકસવાડા ગામની છે જ્યાં લગ્નપ્રસંગમાં ૩૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી જેમાં ૭ બાળકોનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોચી તમામ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી.
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે શુક્રવારના માંગરોળ તાલુકાના કુકસવાડા ગામે એક લગ્ન પ્રસંગનું આયોજન હતુ. જેમાં જમણવારનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો પરંતુ અચાનક એક સાથે ૩૦ જેટલા લોકોને ખાવાના કારણે વોમીટ થવાની શરૂ થઈ હતી. ત્યારે તમામને ચોરવાડ ગામની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનીંગ ઘટનાની જાણ થતાં આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોચી આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી.