- PGVCLના પોલ જાહેર રસ્તા સુધી ખાણના પથ્થર કાઢતા pgvcl ના થાંભલા ખાણમાં પડી ગયા
- ખેડુતોના રસ્તા સુઘી ખનીજ ખનન કરતા રસ્તો ઘોવાયો
- ખેડુતોનો વીજ પુરવઠો ખોરવાતા ખેડુતોને હાલાકી
જુનાગઢ ન્યૂઝ : માંગરોળ કરાળપા વિસ્તારમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે, ખનીજ ખનનના નિયમોને નેવે મુકી ભુમાફીયાઓ ચારેકોર ખનીજ ખનન કરવાની રાવ ઉઠી છે. કારાળ પાના વિસ્તારમાં ખનીજ ખનન માટે થયેલ જમીન એટલી હદે ખોદી નાખી કે આસપાસના ખેડુતોએ માટે ભય સમાન બની છે, કેટલાક ખેડુતોનો રસ્તો ઘોવાણ થઈ ખનન કરેલી જમીનમાં જતો રહેતા ખેડુતોને નિકળવું મુશ્કેલ બન્યું છે, આ મામલે આસપાસના ખેડુતોએ માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી.
આ ખનન થયેલ જમીનમાં PGVCL ના ત્રણ જેટલા પોલ પણ તુટી પડયા હતા. તેમજ આસપાસના ખેડુતોનો વિજ પુરવઠો પણ ખોરવાયો છે. આ મામલે PGVCL પણ આ ખાણ ધારક પાસે વળતર મેળવી તાત્કાલિક વિજ પુરવઠો ચાલુ કરે તેવી માંગ ઉઠી છે, મહત્વપૂર્ણ છે કે આ જમીન ખનીજ વિભાગ તરફથી ખનનની મંજુરી અપાતા વિવાદ થતા લોકોનો વિરોધ થયો હતો. તેમજ હાલ ખેડુતોને પડતી મુશકેલી બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
અતુલ કોટેચા