• 23.99 ગ્રામ ડ્રગ્સ કબ્જે
  • 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ Screenshot 2 12

JUNAGADH : રાજ્યમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથવાત છે. ત્યારે જુનાગઢના માંગરોળ કેશોદ રોડ પર દાતાર મંજીર પાસે ડ્રગ્સ ઝડપાયું છે. જુનાગઢ SOG દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્લાસ્ટિક થેલી સાથે 23.99 ગ્રામ ડ્રગ્સને કબ્જે કરવામાં આવ્યું છે. તેમજ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.Screenshot 3 10

મળતી માહિતી મુજબ જુનાગઢના માંગરોળ કેશોદ રોડ પર દાતાર મંજીર પાસે ડ્રગ્સ સાથે કેશોદ તરફથી માંગરોળ આવતા આરોપીઓની જુનાગઢ SOG પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં 2 મહિલા સહિત કુલ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં 27 વર્ષીય ધોરાજીના રહીશ ઇમરાન જુમ્મા મતવા, 22 વર્ષીય આરીસા જુબેર અહમદ રફીક શેખ, મુંબઈ મલાડની રહેવાસી અને 20 વર્ષીય તાસિફા નદીમ જહુર ખાન, મુંબઈ મલાડની અટક કરાઇ છે. આ સાથે SOG પોલીસ દ્વારા તપાસ કરતા ડ્રગ્સ પાવડર તેમજ એક મોટરસાયકલ, મોબાઈલ, અને રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે. પોલીસે હાલ 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરીને જીણવટ ભરી કાર્યવાહી હાથ ધરી છે.

નીતિન પરમાર 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.