• ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ખેડુતોને યોગ્ય વળતર ચૂકવવા કરાઈ માંગ
  • ઓઝત નદીમાં પાણીની આવક વધતા ખેતરોમાં ભરાયા પાણી

માંગરોળ ખાતે ભારે વરસાદના કારણે મગફળી તેમજ સોયાબીન સહિતના અનેક પાકોમાં ભારે નુકસાની થઇ છે. ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે કરાવી ખેડુતોને યોગ્ય વળતર ચૂકવવા આવે તેવી માંગ કરી છે. તેમજ વરસાદને કારણે ઓઝત નદીમાં પાણીની આવક વધતા ફરી એકવાર ઘેડ પંથકમાં જળબંબા કાર થયો છે અને ફરી ખેતરોમાં પાણી ભરાયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, જુનાગઢના માંગરોળ અને માળીયાહાટીના પંથક માં ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં મગફળીનાં તેમજ સોયાબીન સહિતના અનેક પાકોમાં ભારે નુકસાની થતાં માંગરોળનાં ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આ વિસ્તારમાં ફરીવાર સર્વે કરાવી ખેડુતો ને યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી છે

ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો, માંગરોળ તાલુકાના ઘેડ પંથક નાં ગામોમાં હજુતો હમણાંજ પાણી ઓસર્યા ત્યાંજ ફરીવાર વરસાદ વરસતા ફરી એકવાર માંગરોળ ઘેડ પંથકના ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે  તેમજ જુનાગઢ સહિત જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓઝત નદીમાં પાણીની આવક વધતા ફરી એકવાર માંગરોળનાં ઘેડ પંથકમાં જળબંબા કાર થયો છે અને ફરી સાતમી વખત ફુલરામા ગામનાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે અને ઘેડ પંથકમાં વાવેતર કરેલ પાકપણ પાણીમાં ગરકાવ થયો છે અને ઘેડ પંથકમાંપણ સાતમી વખત પાક ફેલ થાય તેવી શક્યતા છે.

નીતિન પરમાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.