માંગરોળ સમાચાર
માંગરોળ ખાતે 93 જેટલા દિવ્યાંગોને પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરાયું હતું . જેમાં 93 જેટલા દિવ્યાંગોને પ્રમાણપત્ર અપાયા હતા . જિલ્લાકક્ષાએ ધક્કો ન થાય એ માટે તાલુકા કક્ષાએ જ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દિવ્યાંગ ચકાસણી કરાઈ હતી ..આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો . આ કેમ્પનું આયોજન જિલ્લા કલેકટર સહિતની કમિટીની સૂચનાથી, જનરલ હોસ્પિટલ જુનાગઢનાસુપ્રીટેન્ડન્ટ, જનરલ હોસ્પિટલ જુનાગઢના સીવીલ સર્જન તેમજ આર.એમ.ઓ ના માર્ગદર્શન હેઠળ , દિવ્યાંગ લોકોને જિલ્લા કક્ષાએ ધક્કા ના ખાવા પડે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલ હોસ્પિટલ જુનાગઢના ટિમ લીડર તરીકે સાગર સોલંકી, ડો જેનિલ જાગાણી, ડો દેવાંગી પટેલ,ડો અંકિત ઉમરેલીયા, હેમેન્દ્ર પરમાર, ઉત્તમ ખાણીયા, મનીષા પોપટ સહિતનો સ્ટાફ જોડાયો હતો.