- કામગીરી બંધ હોવાના કારણે લોકોને અનેક પડી રહી છે મુશ્કેલીઓ
- સોફ્ટવેરમાં ફેરફાર કરવા લોકો દ્વારા અનુરોધ કરાયો
Mangrol: લાંબા સમયથી આધારકાર્ડમાં સુધારા વધારા કે નવા કાર્ડ બનાવવામાં હાલાકી પડી રહી હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘણા લાંબા સમયથી નવા આધાર કાર્ડ તેમજ સુધારા વધારાની કામગીરી બંધ હોવાના કારણે લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુવિધા આપવા અને સુધારા વધારા કરવા માટેની મંજૂરી આપવા અને સોફ્ટવેરમાં ફેરફાર કરવા લોકો દ્વારા અનુરોધ કરાયો છે
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો માંગરોળમાં લાંબા સમયથી આધારકાર્ડમાં સુધારા વધારા કે નવા કાર્ડ બનતાજ નથી લોકોને મોટી હાલાકિનો સામનો કરવો પાડી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ઘણા લાંબા સમયથી નવા આધાર કાર્ડ તેમજ સુધારા વધારા ની કામગીરી બંધ હોવાના કારણે લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે જ્યારે બીજી તરફ માંગરોળ આધારકાર્ડ કેન્દ્ર પર અનેક લોકો રોજબરોજ ધક્કા ખાય કંટાળી ગયા હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેમજ તેમના દ્વારા અવારનવાર ઓપરેટરોનૅ પૂછતા નવા સોફ્ટવેરો આવે છે નુ જાણાવૅ છે
તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ જે આધાર કાર્ડ ની કામગીરી ચાલુ છે અને તેમાં પણ એવું સંભળાઈ રહ્યું છે કે ઓપરેટરોને અમુક આધારકાર્ડમાં પેનલ્ટી આવતી હોવા ના કારણે આ કામગરી ન થતી હોવાનું પણ લોકોમાંથી સંભળાઈ રહ્યું છે ત્યારે લોકોને નવા આધાર કાર્ડ બનાવવા કે લગ્ન પછીના આધારકાર્ડ માં સુધારા વધારા કરવા જેવી કામગીરી અતિ મહત્વની હોય તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવા લોકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુવિધા આપવા અને સુધારા વધારા કરવા માટેની મંજૂરી આપવા અને સોફ્ટવેરમાં ફેરફાર કરવા લોકોએ માંગ કરી હતી. આ સાથે હાલ બાળકોના નામના સુધારા કે લગ્ન થયેલ હોય તેવા પતિ પત્નીના કાર્ડમાં સુધારા કરવા માટે ની કામગીરી બંધ હોવાથી અનેક લોકો સરકારી યોજનાઓથી લોકો વંચિત રહેછે. તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ આવી જરૂરિયાત વાળી કામગીરી માટે જિલ્લા લેવલે તેમજ ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે ઘટતી કાર્યવાહી કરી હતી. લોકોને સુવિધા મળી રહૅ તેવી વ્યવસ્થા કરવા રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી છે.
નીતિન પરમાર