માંગરોળ તાલુકાના શેખપુર ગામે મળી આવેલા કતલ કરેલા માસના જથ્થાનું સેમ્પલ ફોરેન્સિક લેબમાં રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું છે. રિપોર્ટ બાદ માંગરોળ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગુનો નોંધવા અંગે તજવીજ હાથધરી છે. ગામના કોઈ પ્રંસંગમાં ગૌવંશની હત્યા થઈ હોવાની શંકાએ પોલીસે સમગ્ર તપાસ હાથધરી છે.
રિપોર્ટ બાદ ગુનો દાખલ કરવા અંગે તજવીજ પ્રસંગમાં ગૌવંશની હત્યા થઈ હોવાની શંકા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ તલુકના શેખપુર ગામે કોઈ પ્રસંગમાંથી શંકાસ્પદ માસનો જથ્થો મળી આવ્યો હતો. આ માસનો જથ્થો ગૌવંશ હોવાની શંકાએ માંગરોળ પોલીસે તપાસ હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ શેખપૂર ગામમાં એક પ્રસંગમાં શંકાસ્પદ માસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જેનું સેમ્પલ ફોરેન્સિક રિપોર્ટ માટે લેબોરેટરી ખાતે મોકલી આપ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ ગૌવંશની હત્યા થઈ છે કે કેમ તે દિશામાં તપાસ હાથઘરી છે.