સામગ્રી
એક પેનમાં રાસબેરી, સ્ટ્રોબેરી અથવા જાંબુના પીસ લઈ એમાં સાકર અને પાણી નાખી એને કુક કરી ઘટ્ટ જેમ જેવું બનાવી લેવું.
દોઢ કપ રાસબેરી અથવા સ્ટ્રોબેરી અથવા કાળા જાંબુ
૧/૪ કપ સાકર
૧/૪ કપ પાણી
૧ કપ વિપ્ડ ક્રીમ
અડધો કપ પાકી કેરીના પીસ
૮ સ્કૂપ આઇસક્રીમ (વેનિલા)
બે ટેબલ-સ્પૂન રોસ્ટેડ બદામ
૨-૩ વેફર બિસ્કિટ ગાર્નિશિંગ માટે
બનાવવાની રીત:
૧. એક પેનમાં રાસબેરી, સ્ટ્રોબેરી અથવા જાંબુના પીસ લઈ એમાં સાકર અને પાણી નાખી એને કુક કરી ઘટ્ટ જેમ જેવું બનાવી લેવું.
૨. ક્રીમને વિપ્ડ કરી લેવું.
૩. એક લાંબા ગ્લાસમાં મેન્ગોના ટુકડા ગોઠવવા. એના પર સ્ટ્રોબરીના પીસ અથવા જાંબુના ટુકડા ગોઠવવા. એના પર આઇસક્રીમ સ્કૂપ નાખી એના પર વિપ્ડનું લેયર કરવું. પછી એના પર બનાવેલા જેમ (સિરપ)નું લેયર કરવું. એના પર એક આઇસક્રીમ સ્કૂપ ગોઠવી સિરપ રેડી એના પર બદામ અને વેફર બિસ્કિટથી ગાર્નિશ કરી ઠંડું સર્વ કરવું.