210 કિલો કેસર કેરી મહાદેવને અર્પણ કર્યા બાદ દિવ્યાંગ ગૃહોમાં પ્રસાદ સ્વરૂપે મોકલાય

સોમનાથ મંદિરનો 73 મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. 11મે 1951 ના એ પાવન દિવસને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યો આયોજન સાથે ઉજવવામાં આવ્યો હતો.સંધ્યા સમયે સોમનાથ મહાદેવના વિશેષ શૃંગારમાં 210 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. મહાદેવને તેરા તુજકો અર્પણની ભાવનાથી ગીરનું મીઠું મધુરૂ ફળ એવી કેસર કેરી અર્પણ કરવામાં આવી હતી. અને આ કેરીનો મનોરથ બાદનો ઉપયોગ પણ એટલો જ સુંદર રીતે આયોજિત કરાયો છે.

જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ દિવ્યાંગ ગૃહોમાં આ કેરી મહાદેવના પ્રસાદ સ્વરૂપે દિવ્યાંગજનોને ખવડાવવામાં આવશે. સોમનાથ મહાદેવને સમુદ્ર, ત્રિવેણી સંગમ અને ગંગાજીના જળની કળશ યાત્રા યોજીને અભિષેક કરાયો હતો, સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, મહાપૂજા સહિતના ભક્તિમય કાર્ય કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.