- સરહદ ડેરીની મેંગો લસ્સી ગરમીમાં અપાવશે ઠંડક
- અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન દ્વારા કરાયું લોંચીંગ
- લોંચિંગ પ્રસંગે સરહદ ડેરી જનરલ મેનેજર સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
અંજાર: કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા “સરહદ ડેરી” ની કલગીમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે જેમાં દૂધ સંઘના ચાંદરાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટ ખાતે નવી પ્રોડક્ટ અમૂલ પ્રો-બાયોટિક મેંગો લસ્સીના ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. જેનું લોંચિંગ અમૂલ ફેડરેશન ના વાઇસ ચેરમેન અને સરહદ ડેરી ના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રોડક્ટના લોંચિંગ બાબતે સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે સરહદ ડેરી દ્વારા હમેશા દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની શૃંખલાને મજબૂત કરવાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે અંતર્ગત ઉત્તરોતર નવીન પ્રોડક્ટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી અને વેચાણ કરવામાં આવે છે. અમૂલ મેંગો લસ્સી કચ્છ જિલ્લાની બજારમાં તેમજ અમૂલ પાર્લર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.
જેમાં આ ઉત્પાદનો ફાયદા વિષે જણાવતા વલમજીભાઈએ જણાવ્યુ કે અમૂલ મેંગો લસ્સી એ ઉચ્ચ ગુણવત્તા યુક્ત અમૂલ પ્રો-બાયોટિક લસ્સી માત્ર 20 રૂપિયા પ્રતિ 180 ગ્રામ ના પેકમાં આવતી કાલ થી બજાર માં વેચાણ અર્થે ઉપલબ્ધ થશે.
આ લોંચિંગ પ્રસંગે સરહદ ડેરી જનરલ મેનેજરશ્રી નિરવભાઈ ગુસાઈ તેમજ આઇસક્રીમ, દૂધ પ્લાન્ટના અધિકારીઓ અને અમૂલ ફેડરેશનના અધિકારી હાજર રહ્યા હતા.
અહેવાલ: ભારતી માખીજાણી