અંદાજિત ૭૫ હજાર જેટલી જાતવાન આંબાની કલમોનું વિતરણ કરાયું
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગયા વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તથા બીપરજોય વાવાઝોડામાં નુકસાન થયેલા વૃક્ષોની ભરપાઈ કરવા માટે ગીર સોમનાથ જિલ્લાના 342 ગામોમાં વૃક્ષારોપણ મહા અભ્યાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઉના તાલુકાના ભેભા ગામે સોમનાથ ટ્રસ્ટના વાહનો દ્વારા જાતવાન આંબાની કલમો પહોંચાડી હતી.
ભેભા ગામના નાગરિકો, સરપંચ સહિત ગામના પ્રતિષ્ઠિત આગેવાનો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં એકઠા થઈને સોમનાથ ટ્રસ્ટના વૃક્ષોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉના તાલુકામાં જ અંદાજિત ૭૫ હજાર જેટલી જાતવાન આંબાની કલમો સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ભેભા ગામ વૃક્ષારોપણ સમિતિના બધા સદસ્યો હાજર રહ્યા હતા. ખાસ તો ગામના સરપંચ તાલુકા પંચાયત સદસ્ય તથા હરેશભાઈ તથા વૃક્ષારોપણ સમિતિના ઉના તાલુકાના સંયોજક રાઠોડ કિશોરસિંહ જેમુભા તથા શ્રી સોમનાથ ટ્રસ્ટમાંથી કૌશિકભાઈ સોલંકી વિક્રમભાઈ સામડા અશોકભાઈ વાજા હરેશભાઈ વાજા તથા પર્યાવરણ ગતિ વિધિમાંથી દિલીપભાઈ રાડીયા હરિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા