માતાજીના અવનવા પાત્ર રાસ પણ રજુ કરાશે: આયોજકો અબતકની મુલાકાતે

રંગીલા હનુમાનની પ્રેરણા તેમજ સાનીધ્યથી માનવ સેવાના કાર્યમાં સદેવ અગ્રેસર રંગીલા યુવા ગ્રુપ દ્વારા મોમાઈ ગરબી મંડળનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. જેની વિગત આપવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.રંગીલા યુવા ગ્રુપ દ્વારા અવનવા સામાજીક કાર્યક્રમો જેવા કે ગણેશ ઉત્સવ, બાળકોને નોટબુક વિતરણ, સમુહ લગ્ન, દર પુનમે બટુક ભોજન, ગરીબ લોકોને ઠંડી દરમ્યાન સાલ વિતરણ, ઉપરાંત પાણીપુરી સ્પર્ધા, લાડુ સ્પર્ધા, સત્યનારાયણની કથા જેવા વિવિધ કાર્યક્રમો તો દર વર્ષે કરવામાં જ આવે છે પરંતુ આ વર્ષથી સોનામાં સુગંધ ભળે તે હેતુથી મહિલા મંડળના સથવારે પ્રથમ વખત રંગીલા હનુમાન ચોકમાં મોમાઈ ગરબી મંડળનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ફી વગર ૪૦ જેટલી બાળાઓને રોજેરોજ અવનવી લાગણીઓના વણજાર સાથે માં દુર્ગાની અને મોમાઈની આરાધના નવ દિવસે કરવામાં આવશે.નવરાત્રીના નવ દિવસ દરમિયાન રંગીલા યુવા ગ્રુપ તથા મોમાઈ ગરબી મંડળના દિકરા-દિકરીઓ દ્વારા અવનવા પાત્ર રાસ જેવા કે ચામુંડામાંના પરચ, ખોડીયાર માનો હિંડોળો, બુટભવાની માંના સ્વ‚પ, કાન ગોપીરાસ અને મહિષાસુર વધ રજુ કરાશે. સાથે આયોજકો દ્વારા દિવસ દરમ્યાન નાસ્તો તેમજ આગામી ૧ મહિના અગાઉથી સતત રોજે રોજ પ્રેકટીસ દરમ્યાન ચાઈનીઝ, પંજાબી ફરાળ તેમજ યોગ્ય પોષ્ટીક આહાર પુરુ પાડી પોતાની સેવાની ધજાને માં દુર્ગાના દરબારમાં લહેરાવી છે. આયોજનને સફળ બનાવવા કાનાભાઈ જેઠાણી, અનિલભાઈ કલોલા, મહંત દીનુબાપુ, ટોબીબેન સોલંકી, ધારા સોની જાનવી ચાવડા, ગાયક મોરલીભાઈ સહિત રંગીલા ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.