વાગ્દતાને ગર્ભ રહેતા મંગેતરે સગાઈ ફોક કરતા ભાંડો ફુટયો
ગોંડલ રોડ પર આવેલા શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારની યુવતી પર તેના મંગેતરે બળાત્કાર ગુજાર્યાનાં આક્ષેપ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ યુવતીને પરિવારજનોએ ફરિયાદ નોંધાવાનું ટાળ્યું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતી ખાંટ યુવતીની ચાર માસ અગાઉ ખેડા જીલ્લામાં છાસરા ગામ નજીક રહેતા રવિ રમેશ પરમાર સાથે સગાઈ થયા બાદ યુવતીને પ્રસંગ નિમિતે ધાસરા ગામ નજીક પોતાના ઘરે તેડાવી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યા બાદ રવિ પરમારે સગાઈ તોડી લગ્ન કરવાની પણ ના પાડી હતી. જે દરમિયાન ગઈકાલે ભોગ બનેલી યુવતીની તબિયત બગડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે યુવતીને ગર્ભ રહી ગયાનું જણાવ્યું હતું. જયારે યુવતીનાં પરિવારજનોએ બદનામીનાં ડરથી પોલીસ ફરિયાદ કરવાનું હાલ ટાળ્યું છે.