વાડીએ પાણી ભરવા ગયેલી યુવતિનો એકલતાનો લાભ લઇ કૃત્ય આચરનાર બે શખ્સો સામે નોંધાતો ગુનો

માંગરોળની  18 વર્ષીય યુવતી વાડીએ પાણી ભરવા ગયેલ ત્યારે એકલતાનો લાભ લઈ  એકાદ વર્ષ અગાઉ દુષ્કર્મ આચાર્ય બાદ વારંવાર આ યુવતીને તેની માતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી, મૂઢમાર મારેલ હોવાની બે શખ્સો સામે ફરિયાદ થતાં માંગરોળ પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસે આ બનાવમાં બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંગરોળની એક 18 વર્ષીય યુવતીએ માંગરોળના આદમ સુલેમાન પડાયા તથા હનીફભાઇ ઉર્ફે સાવજ બાબરીયા સામે નોંધાવે પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે, તેની આજથી એકાદ વર્ષ અગાઉ આદમ સુલેમાન પડાયાની વાડીએ પાણી ભરવા ગયેલ ત્યારે તેનો લાભ લઇ આદમ સુલેમાન પડાયા એ ભોગ બનનાર યુવતીની મરજી વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચરી કહેલ કે, જો તુ આ બાબતની કોઇને જાણ કરીશ તો તને તથા તારા માતા તથા ભાઇને જાનથી મારી નાખીશ તેવી ઘમકી આપી,

મુંઢ માર મારેલ તેમજ હનીફભાઇ ઉર્ફે સાવજ બાબરીયાએ ભોગબનનાર યુવતીને ઢીકાપાટુનો માર મારી પોલીસ સ્ટેશનમા ફરીયાદ કરીશ તો તને જીવતી નહી રહેવા દઇશ તેવી ધમકી આપી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા છે. માંગરોળ પોલીસે ભોગબનનાર યુવતીની ફરિયાદ નોંધી, માંગરોળના આદમ સુલેમાન પડાયા તથા હનીફભાઇ ઉર્ફે સાવજ બાબરીયા સામે ગુન્હો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેની તપાસ માંગરોળ પો.સ.ઇ. એસ.એ. સોલંકી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.