માંગરોળ નજીકના ગામમાં રહેતા મયુરભાઈ ચૌહાણ દ્વારા પોતાનુ હીરોહોંડા કંપનીનુ GJ-11-RR-6913 નંબરના બાઈકની ચોરી થવા બાબતે સીટીઝન પોર્ટન મારફત E-FIR કરી હતી. જે ફરિયાદના આધારે માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચોરાઇ ગયેલ મોટરસાયકલ અને આરોપીને શોધી કાઢવા પોલીસ સ્ટાફને જરુરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.
જે અનુસંધાને પોલીસ સ્ટાફ દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલા અજાણ્યા ઇસમ અને મોટરસાયકલ પરત મેળવવા ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સિસની મદદથી પ્રયત્નશીલ હોય તે દરમિયાન બાતમી મળતા આ બનાવમાં ગોરેજ ગામનો વિજય જગમાલ ડોડીયા સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું અને આ ચોર ચોરી ગયેલા મોટરસાયકલને લઈ માંગરોળ તરફથી કેશોદ તરફ જાય છે જે બાતમીના આધારે વલ્લભગઢના પાટીયા પાસેથી આ ઈસમને ચોરાયેલ મોટરસાયકલ સાથે કબ્જે કરી પોલીસ દ્વારા અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.