માંગરોળ સમાચાર

માંગરોળમાં લેડીઝ ST કંડકટરને  મરવા મજબૂર કરનાર પર તપાસ કરવામાં આવી હતી . તપાસના અંતે કલમ  306
મુજબ ગોંડલ પોલીસ ચોકીમાં ગુનૉ દાખલ કરાયો છે .

માંગરોળ કોળી સમાજની દીકરી ગોંડલ મુકામે એસટી ડેપોમાં કંડકટરની ફરજ બજાવતી હતી. જેને માંગરોળ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકેની ફરજ બજાવતા દીવાસા ગામનો રવજી પરમાર ત્રાસ આપતો અને મોબાઇલમાં ધમકાવતો હતો . છોકરીની સગાઈ થતાં તેમના પતિને પણ  ત્રાસ  આપતો હોવાનું સામે આવ્યું છે .

માંગરોળની અલ્પા માલમને વધુ ત્રાસ આપતા તેણે  આત્મહત્યા કરી હતી . તેને પહેલા ગોંડલ અને ત્યાર  બાદ જુનાગઢ ખાતે  વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવી હતી . જ્યાં તેનું મોત થયું હતું.  સંપૂર્ણ વિગત બહાર આવતા અલ્પા માલમના પિતાએ ગુનો દાખલ કરી તપાસની માંગ કરી છે .

નિતિન પરમાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.